LSG vs GT Score : લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાતને 33 રને હરાવ્યું, લગાવી જીતની હેટ્રિક
IPL 2024 ની 21મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
LIVE
Background
LSG vs GT Score Live Updates: IPL 2024 ની 21મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનઉનું અત્યાર સુધી સારું પ્રદર્શન જોવા મળ્યું છે. તેણે આ સિઝનમાં 3 મેચ રમી છે અને 2 મેચ જીતી છે. ગુજરાતે 4 મેચ રમી છે અને 2 જીતી છે. જો કે આ મેચમાં ગુજરાત અને લખનઉ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. લખનઉની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ગત સિઝનમાં લખનૌની પિચ કંઈ ખાસ ન હતી. પરંતુ આ સિઝનમાં તેમાં ઘણો સુધારો થયો છે. બેટ્સમેનોને અહીં મદદ મળી શકે છે. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ લખનઉ હોમ ગ્રાઉન્ડ પર રમશે. તેને આનો લાભ મળી શકે છે. લખનઉ છેલ્લી બે મેચમાં સતત જીત નોંધાવી છે. તેણે પંજાબ કિંગ્સને 21 રનથી હરાવ્યું. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 28 રને પરાજય થયો હતો. હવે આ સ્પર્ધા પણ રસપ્રદ બની શકે છે.
ગુજરાત ટાઇટન્સ ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે જે મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. આ મેચમાં શુભમન ગિલની સાથે રાશિદ ખાન પણ અજાયબી કરી શકે છે. સાઈ સુદર્શન પણ સારું પ્રદર્શન કરી શકે છે. રાહુલ તેવટિયા મેચ ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. ગુજરાતે આ સિઝનમાં બે મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે મુંબઈ અને હૈદરાબાદને હરાવ્યા હતા. ચેન્નાઈ અને પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
LSG vs GT Live: લખનૌએ જીતની હેટ્રિક ફટકારી
લખનૌ સુપરજાયન્ટ્સે યશ ઠાકુરની પાંચ વિકેટ અને કૃણાલ પંડ્યાની ત્રણ વિકેટની મદદથી ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. IPLમાં ગુજરાત સામે લખનૌની આ પ્રથમ જીત છે. લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને માર્કસ સ્ટોઈનિસની 43 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રનની ઈનિંગની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન બનાવ્યા. જવાબમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને ગુજરાતને સારી શરૂઆત અપાવી હતી અને બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 54 રન જોડ્યા હતા, પરંતુ શુભમનના આઉટ થયા બાદ ટીમે 130 રન બનાવ્યા હતા.
LSG vs GT Live: રાશિદ ખાતું ખોલાવ્યા વિના આઉટ
યશ ઠાકુરે ખાતું ખોલાવ્યા વિના રાશિદ ખાનને આઉટ કરીને ગુજરાતને સાતમો ઝટકો આપ્યો છે. ગુજરાતની ટીમ અત્યાર સુધી 100 રન પણ પુરા કરી શકી નથી. આ મેચમાં યશ ઠાકુરની આ ત્રીજી વિકેટ છે.
LSG vs GT Live: કેન વિલિયમસન આઉટ
સ્પિનર રવિ બિશ્નોઈએ લખનૌ સુપરજાયન્ટ્સને બીજી સફળતા અપાવી છે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા કેન વિલિયમ્સન પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો છે. વિલિયમસન પાંચ બોલમાં એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
LSG vs GT Live: શુભમન ગિલ આઉટ
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ આઉટ થયો છે. યશ ઠાકુરે લખનૌ સુપરજાયન્ટ્સને પ્રથમ સફળતા અપાવી. યશે ગિલને બોલ્ડ કર્યો. ગિલ 21 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો.
LSG vs GT Live: ગુજરાતની ઇનિંગ શરૂ
ગુજરાત ટાઇટન્સની ઇનિંગ શરૂ થઇ ગઇ છે અને કેપ્ટન શુભમન ગિલ અને સાઇ સુદર્શન ક્રિઝ પર છે. બંને બેટ્સમેનોએ ઝડપી રમત રમી અને બે ઓવરના અંતે કોઈપણ નુકશાન વિના 18 રન બનાવ્યા.