શોધખોળ કરો

દિલ્હી સામે હાર્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવનો બળાપો: જાણો મુંબઈની હાર માટે કોના પર ફોડ્યું દોષનું ઠીકરું!

163 રનનો ટાર્ગેટ બચાવવામાં નિષ્ફળ રહી મુંબઈ ઈન્ડિયન્સ; સૂર્યાએ કહ્યું- અમે 15 થી 20 રન ઓછા બનાવ્યા, રિઝવીએ તોફાની 90 રન ફટકારી રચી દીધો નવો રેકોર્ડ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુંબઈ ઈન્ડિયન્સે ૧૬૨ રન બનાવ્યા, દિલ્હીએ ૬ વિકેટે જીત મેળવી.
  • સૂર્યકુમાર યાદવે ૫૧ રન બનાવ્યા, પણ ટીમના બેટ્સમેનોએ ઓછો સ્કોર કર્યો.
  • સમીર રિઝવીએ ૯૦ રનની તોફાની ઇનિંગ રમી દિલ્હીને જીત અપાવી.
  • રિઝવી IPL માં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ત્રીજો સૌથી મોટો સ્કોરર બન્યો.

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની કેપ્ટનશિપ સંભાળી રહેલા સૂર્યકુમાર યાદવ માટે દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચ નિરાશાજનક રહી. દિલ્હીએ મુંબઈને 6 વિકેટે કચડી નાખ્યું છે. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીએ સમીર રિઝવીની તોફાની 90 રનની ઇનિંગના જોરે લક્ષ્ય આસાનીથી પાર કરી લીધું. મેચ પૂરી થયા બાદ નિરાશ કેપ્ટન સૂર્યકુમારે આ હાર માટે પોતાના બેટ્સમેનોને જ જવાબદાર ઠેરવ્યા છે અને કબૂલ્યું છે કે તેમની ટીમે 15-20 રન ઓછા બનાવ્યા હતા.

બેટ્સમેનોની નિષ્ફળતા અને રિઝવીનું તોફાન

આ મેચમાં મુંબઈ તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે 51 રનની અડધી સદી અને રોહિત શર્માએ 35 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જેના લીધે ટીમ 162 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી. બીજી તરફ, જ્યારે 163 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ રાહુલ અને નીતિશ રાણા સસ્તામાં આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ સમીર રિઝવી મેદાનમાં આવ્યો અને તેણે મુંબઈના બોલરોની બરાબરની ધોલાઈ કરી. રિઝવીએ 90 રનની વિસ્ફોટક ઇનિંગ રમી અને પથુમ નિસાન્કાએ પણ 44 રન ફટકારીને દિલ્હીને 6 વિકેટે શાનદાર જીત અપાવી દીધી.

સૂર્યાએ હાર માટે કોને ગણાવ્યા જવાબદાર?

મેચ બાદ વાતચીત કરતા સૂર્યકુમાર યાદવે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે ટીમની હારનું મુખ્ય કારણ ઓછો સ્કોર હતો. તેણે કહ્યું, "જ્યારે તમે પહેલા બેટિંગ કરી રહ્યા હોવ, ત્યારે તમારા મગજમાં સતત એક આંકડો ચાલતો હોય છે. પિચની સ્થિતિ જોતા અમને લાગતું હતું કે અહીં 180 થી 185 રનનો સ્કોર સારો રહેશે. પરંતુ અમે 15-20 રન ઓછા બનાવ્યા. મને લાગે છે કે મારી અને નમન ધીરની વિકેટ એકદમ ખોટા સમયે પડી ગઈ, નહીંતર અમે એક મોટો અને પડકારજનક સ્કોર ઊભો કરી શક્યા હોત." આ સાથે જ સૂર્યાએ વિરોધી ટીમના સમીર રિઝવીના વખાણ કરતા કહ્યું કે તેણે એવી બેટિંગ કરી કે અમને મેચમાં પાછા ફરવાની કોઈ તક જ ન આપી.

સમીર રિઝવીએ બનાવ્યો નવો રેકોર્ડ

આ મેચમાં દિલ્હીની જીતનો હીરો સમીર રિઝવી રહ્યો, જે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તેણે માત્ર 51 બોલમાં 7 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી 90 રન ફટકાર્યા હતા. આ ધમાકેદાર ઇનિંગ સાથે રિઝવીએ IPL ના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. હવે તે IPL માં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સૌથી મોટો સ્કોર બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ લિસ્ટમાં તેનાથી આગળ માત્ર જોસ બટલર અને સાઈ સુદર્શન જ છે, જેમણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં આવીને સીધી સદી ફટકારી હતી.

Frequently Asked Questions

દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની હારનું મુખ્ય કારણ શું હતું?

સૂર્યકુમાર યાદવે કહ્યું કે ટીમ 15-20 રન ઓછા બનાવી શકી, જે હારનું મુખ્ય કારણ હતું. તેની અને નમન ધીરની વિકેટ ખોટા સમયે પડી ગઈ, જેના કારણે મોટો સ્કોર બન્યો નહીં.

સમીર રિઝવીએ મુંબઈ સામે કેટલી રનની ઇનિંગ રમી?

સમીર રિઝવીએ 51 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 90 રનની અણનમ ઇનિંગ રમી હતી.

સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલા રન બનાવ્યા?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે 51 રનની અડધી સદી ફટકારી હતી. રોહિત શર્માએ પણ 35 રનનું યોગદાન આપ્યું હતું.

સમીર રિઝવીએ IPL માં કયો નવો રેકોર્ડ બનાવ્યો?

સમીર રિઝવી IPL માં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સૌથી મોટો સ્કોર બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. તેનાથી આગળ માત્ર જોસ બટલર અને સાઈ સુદર્શન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget