IPL 2025: મુંબઈ-પંજાબ મેચમાં વરસાદને લઈ અલગ છે નિયમ, મેચ રદ થાય તો ફાઇનલમાં કોણ રમશે ?
આજે રવિવાર 1 જૂનના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલ ક્વોલિફાયર-2 મેચ રમાઈ રહી છે.

Mumbai Indians vs Punjab Kings Match Rule: આજે રવિવાર 1 જૂનના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આઈપીએલ ક્વોલિફાયર-2 મેચ રમાઈ રહી છે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા જ વરસાદે અવરોધ ઉભો કર્યો છે. સામાન્ય રીતે કોઈપણ આઈપીએલ મેચનું પરિણામ રાત્રે 11.30 વાગ્યા સુધીમાં આવે છે, પરંતુ ક્વોલિફાયર-2 અંગે આઈપીએલના નિયમો અલગ છે. મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચમાં વરસાદને કારણે આજની મેચનું પરિણામ મોડી રાત્રે 1 વાગ્યા સુધીમાં આવી શકે છે.
આઈપીએલ ક્વોલિફાયર-2 માટે શું નિયમ છે ?
આઈપીએલ ક્વોલિફાયર-2માં મેચ 2 કલાક મોડી પણ શરૂ થઈ શકે છે. આ મેચ માટે કોઈ રિઝર્વ ડે ઉપલબ્ધ નથી, પરંતુ આ મેચ માટે વધારાની 120 મિનિટ રાખવામાં આવી છે. મુંબઈ-પંજાબ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી. આ મુજબ, જો મેચ રાત્રે 9.40 વાગ્યા સુધીમાં શરૂ થાય છે, તો કોઈ ઓવર કટ કરવામાં આવશે નહીં એટલે કે ચાહકોને આખી મેચ જોવા મળશે. બીજી તરફ, જો મેચ રાત્રે 9.40 વાગ્યા પછી શરૂ થાય છે, તો આ સમયથી ઓવર કાપવામાં આવશે.
🚨 Update 🚨
— Mumbai Indians (@mipaltan) June 1, 2025
Rain keeps us waiting! The start of #PBKSvMI has been delayed 🥺#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL pic.twitter.com/Bh8LziiONh
મેચનું પરિણામ રાત્રે 1 વાગ્યે આવશે
મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં વિલંબ થવાને કારણે 9:40 વાગ્યા પછી ઓવર કટ થવાનું શરૂ થશે, પરંતુ આ મેચ રાત્રે 1 વાગ્યા સુધી રમી શકાય છે. ટીમના બધા ખેલાડીઓ હજુ પણ વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરિસ્થિતિ સારી છે. જો વરસાદ બંધ થાય તો મેચ જલ્દી શરૂ થઈ શકે છે.
જો મેચ રદ થાય છે તો ફાઇનલમાં કોણ રમશે ?
જો પંજાબ-મુંબઈ મેચમાં સતત વરસાદ પડે છે અને આ મેચ રદ થાય છે તો શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ સીધી ફાઇનલમાં પહોંચશે અને મુંબઈ ઇન્ડિયન્સ મેચ રમ્યા વગર ક્વોલિફાયર-2 મેચ હારી જશે. આ પાછળનું કારણ એ છે કે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી છે અને પંજાબને આનો ફાયદો મળશે. મુંબઈ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી ટીમ હતી.




















