શોધખોળ કરો

MS Dhoniના IPL સંન્યાસ પહેલા આવ્યું મોટુ અપડેટ, હવે લંડનના પ્રવાસે જશે ને પછી......

MS Dhoni Injury Update: એમએસ ધોનીએ આઈપીએલ 2024માં ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણી મહત્વની ઈનિંગ્સ રમી હતી

MS Dhoni Injury Update: એમએસ ધોનીએ આઈપીએલ 2024માં ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણી મહત્વની ઈનિંગ્સ રમી હતી. જોકે ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચી શકી નથી. CSK રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું સામેની છેલ્લી લીગ મેચ હારી ગઈ હતી, ત્યારબાદ ટીમનો પ્લેઓફમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ઘણા લોકોએ બેંગલુરુ સામેની મેચને ધોનીની છેલ્લી IPL મેચ પણ ગણાવી હતી. હવે માહીની IPL રિટાયરમેન્ટ પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે લંડન જઈ શકે છે.

હકીકત, ધોની IPL 2024ના પ્રારંભિક તબક્કામાં જ ઈજાગ્રસ્ત થયો હતો. ધોની આખી સિઝન દરમિયાન સ્નાયુ ખેંચાઇ જવાથી પરેશાન હતો, પરંતુ તેણે રમવાનું બંધ કર્યું નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ધોનીની ઈજાને લઈને અપડેટમાં કહેવામાં આવ્યું છે કે તે સારવાર માટે લંડન જઈ શકે છે. રિપોર્ટ્સમાં વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધોની સારવાર બાદ જ IPL નિવૃત્તિ અંગે નિર્ણય લઈ શકે છે. માહીએ હાલમાં નિવૃત્તિ વિશે કંઈ કહ્યું નથી.

આઇપીએલ 2024 માં ધોનીએ બતાવ્યુ શાનદાર ફોર્મ 
IPL 2024માં ઈજા છતાં ધોનીએ શાનદાર ફોર્મ બતાવ્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા. બેંગલુરુ સામે સિઝનની છેલ્લી મેચમાં ધોનીએ 13 બોલમાં 25 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે ચેન્નાઈ મેચ જીતી શકી ન હતી.

માહીએ આ સિઝનમાં 14 મેચમાં 53.67ની એવરેજ અને 220.55ની સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 14 ચોગ્ગા અને 13 છગ્ગા આવ્યા હતા. તેનો ઉચ્ચ સ્કોર 37* રન હતો.

અત્યાર સુધી આવી રહી છે આઇપીએલ કેરિયર 
ધોનીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 264 મેચ રમી છે. આ મેચોની 229 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 39.13ની એવરેજ અને 137.54ની સ્ટ્રાઇક રેટથી 5243 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 24 અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 84 રન હતો. ધોનીએ 363 ચોગ્ગા અને 252 છગ્ગા ફટકાર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Advertisement
metaverse

વિડિઓઝ

Patan Rain | થોડાક જ વરસાદમાં પાટણ થયું પાણી પાણી... જુઓ જળબંબાકારના દ્રશ્યોHun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે થઇ જાવ તૈયાર, એશિયા કપમાં ટકરાશે બંન્ને દેશ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Embed widget