MI vs RCB: સૂર્યકુમારની વિસ્ફોટક ઈનિંગ, મુંબઈ ઈન્ડિયન્સે બેંગ્લુરુ સામે શાનદાર જીત મેળવી
મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના હોમ ગ્રાઉન્ડ પર આસાનીથી 7 વિકેટે હરાવ્યું છે. આરસીબીએ પ્રથમ રમતમાં 196 રન બનાવ્યા હતા.
MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના હોમ ગ્રાઉન્ડ પર આસાનીથી 7 વિકેટે હરાવ્યું છે. આરસીબીએ પ્રથમ રમતમાં 196 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સને રોહિત શર્મા અને ઈશાન કિશને તોફાની શરૂઆત અપાવી હતી. રોહિત અને કિશન વચ્ચે 101 રનની શાનદાર અને વિસ્ફોટક ભાગીદારી થઈ હતી. ઇશાન કિશને 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી અને તેણે 34 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી. પીછો કરતી વખતે મુંબઈએ પ્રથમ 6 ઓવરમાં 72 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતે 24 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ પણ લયમાં પાછો ફર્યો છે કારણ કે તેણે માત્ર 17 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે તેની વિસ્ફોટક ઇનિંગમાં 52 રન બનાવ્યા હતા અને ઇનિંગના અંતે હાર્દિક પંડ્યાએ પણ 6 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું.
મુંબઈએ પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા હતા. જોકે, 12મી ઓવરમાં રીસ ટોપલેએ અકલ્પનીય કેચ લઈને રોહિત શર્માને પેવેલિયન પરત મોકલી દીધો હતો. પરંતુ અહીં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તમામ બોલરો તેની સામે લાચાર હતા. આગળની 2 ઓવરમાં બોલરો દ્વારા ઘણી બોલિંગ કરવામાં આવી હતી, જેના કારણે 12 ઓવરના અંતે મુંબઈનો સ્કોર 151 રન સુધી પહોંચી ગયો હતો. જ્યારે ટીમ 10 ઓવર પછી 111 રનના સ્કોર પર હતી, તો પછીની 3 ઓવરમાં 58 રન બનાવ્યા હતા, જેના કારણે 13મી ઓવર સુધીમાં MIનો સ્કોર 169 સુધી પહોંચી ગયો હતો. પરંતુ સૂર્યકુમાર યાદવ 14મી ઓવરમાં આઉટ થયો હતો. મુંબઈને છેલ્લી 6 ઓવરમાં માત્ર 16 રનની જરૂર હતી. આ સાથે જ મુંબઈએ 27 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી છે.
સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનનું તોફાન
મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં આરસીબીના બોલરો ટકી શક્યા ન હતા. એક તરફ ઇશાન કિશને પ્રથમ 10 ઓવરમાં જ મેચ મુંબઈ તરફ કરી દિધી હતી. ઈશાન કિશન પાવરપ્લે ઓવરની સમાપ્તિ પહેલા જ પચાસ રન બનાવી ચૂક્યો હતો. કિશને 69 રનની ઈનિંગમાં 7 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. 14મી ઓવરમાં આઉટ થતા પહેલા સૂર્યકુમાર યાદવે વિપક્ષી બોલરોને નિરાશ કરી દીધા હતા. તેણે 19 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. કિશન અને સૂર્યકુમારની ઈનિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ માટે મેચને એકતરફી બનાવી દીધી હતી.