IPL 2026ની મિની ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે ડિકોક સહિત આ પાંચ ખેલાડીઓને કર્યા સામેલ, જાણો MIની સંપૂર્ણ સ્કવોર્ડ
IPL 2026:આઈપીએલ 2026ની હરાજીમાં સૌથી ઓછા પૈસા સાથે પ્રવેશ કરનાર મુંબઈ ઇન્ડિયન્સ તેમની ટીમમાં પાંચ ખેલાડીઓ ઉમેરવામાં સફળ રહ્યું

IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન માટે મીની ઓક્શન ગઈકાલે, 16 ડિસેમ્બર, 2025 ના રોજ અબુ ધાબીના એતિહાદ એરિના ખાતે યોજાયું હતું. મુંબઈ ઇન્ડિયન્સે સૌથી ઓછા પૈસા સાથે હરાજીમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પહેલાથી જ પ્રી-ઓક્શન રીટેન્શન સમયગાળા દરમિયાન ટ્રેડ દ્વારા તેમની ટીમ બનાવી ચૂક્યા હતા. કેટલીકવાર હરાજી દરમિયાન ટીમો યોજના મુજબ રચના કરતી નથી. આવી સ્થિતિમાં મુંબઈ ઇન્ડિયન્સે એક નવો અભિગમ અજમાવ્યો અને ઓછા ભાવે ટ્રેડ દ્વારા તેમની ટીમમાં ઘણા ખેલાડીઓ ઉમેરીને તેમની ખામીઓને ઢાંકવામાં મોટાભાગે સફળ રહ્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સે આ ખેલાડીઓને હરાજીમાં ટીમમાં ઉમેર્યા
આઈપીએલ 2026ની હરાજીમાં સૌથી ઓછા પૈસા સાથે પ્રવેશ કરનાર મુંબઈ ઇન્ડિયન્સ તેમની ટીમમાં પાંચ ખેલાડીઓ ઉમેરવામાં સફળ રહ્યું. ટીમ પૂર્ણ કરવા માટે તેમને એક વિદેશી ખેલાડી સહિત કુલ પાંચ ખેલાડીઓ ખરીદવા પડ્યા. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકને 1 કરોડમાં ટીમમાં સામેલ કર્યો. આ ઉપરાંત, ચાર યુવા ભારતીય ખેલાડીઓ દાનિશ માલેવર (30 લાખ), યુવા ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ ઇઝહર (30 લાખ), ઓલરાઉન્ડર અથર્વ અંકોલેકર (30 લાખ) અને ઓલરાઉન્ડર મયંક રાવત (30 લાખ) ને તેમની બેઝ પ્રાઈસ પર ટીમમાં ઉમેરવામાં આવ્યા હતા. 25 ખેલાડીઓની ટીમ સાથે હરાજી પૂર્ણ કર્યા પછી મુંબઈ ઈન્ડિયન્સ પાસે હજુ પણ 55 લાખ રૂપિયા બાકી હતા.
મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને ટ્રેડથી ટીમમાં સામેલ કર્યા
મુંબઈ ઈન્ડિયન્સે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને શેરફેન રુધરફોર્ડને ટ્રેડથી ટીમમાં સામેલ કર્યા હતા. શાર્દુલને લખનઉ સુપર જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં અને શેરફેન રુધરફોર્ડને ગુજરાત ટાઇટન્સે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બંને ખેલાડીઓ રોકડ સોદામાં ખરીદાયા હતા. ત્યારબાદ તેમની ટીમમાં લેગ-સ્પિનરની ખામીને દૂર કરવા માટે મુંબઈએ કોલકાતા નાઈટ રાઇડર્સે મયંક માર્કંડેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.
IPL 2026 માટે મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ ટીમ:
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોબિન મિંન્ઝ, રેયાન રિકલ્ટન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, વિલ જેક્સ, કોર્બીન બોશ, રાજ અંગદ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, દીપક ચહર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, અલ્લાહ ગઝનફર, મયંક માર્કેડેય, શાર્દુલ ઠાકુર (LSG માંથી ટ્રેડ), શેરફેન રધરફોર્ડ (GT થી ટ્રેડ), ક્વિન્ટન ડી કોક (1 કરોડ), દાનિશ માલેવાર (30 લાખ રૂપિયા), મોહમ્મદ ઇઝહર (30 લાખ રૂપિયા), અથર્વ અંકોલેકર (30 લાખ રૂપિયા), અને મયંક રાવત (30 લાખ રૂપિયા).


















