PBKS vs GT: બાઉન્ડ્રી ઉપર હાર્દિક પંડ્યાએ લિવિંગસ્ટોનનો શાનદાર કેચ ઝડપ્યો, જુઓ પરિણામ શું આવ્યું
આ મેચમાં 9મી ઓવરમાં રાશિદ ખાન બોલિંગ કરવા આવ્યો હતો ત્યારે એક બોલ ઉપર પંજાબ કિંગ્સના બેટ્સમેન લિવિંગસ્ટોને જોરદાર ફટકો માર્યો હતો અને બોલ સીધો બાઉન્ડ્રી પર પહોંચ્યો હતો.
આઈપીએલમાં આજની મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. આજની આ મેચમાં હાર્દિક પંડ્યા ફોર્મમાં જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ બીજી જ ઓવરમાં પંજાબ કિંગ્સના મહત્વના બેટ્સમેન અને કેપ્ટન મયંક અગ્રવાલની વિકેટ પણ લીધી હતી. મયંક અગ્રવાલને હાર્દિકે ફ્કત 5 રનમાં પેવેલિયન મોકલી દીધો હતો.
આ મેચમાં 9મી ઓવરમાં રાશિદ ખાન બોલિંગ કરવા આવ્યો હતો ત્યારે એક બોલ ઉપર પંજાબ કિંગ્સના બેટ્સમેન લિવિંગસ્ટોને જોરદાર ફટકો માર્યો હતો અને બોલ સીધો બાઉન્ડ્રી પર પહોંચ્યો હતો. જો કે, આ બોલને કેચ કરવા માટે ગુજરાતનો કેપ્ટન હાર્દિક તૈયાર હતો. હાર્દિકે પોતાની સારી ફિલ્ડીંગ બતાવતાં બાઉન્ડ્રી પાર જતા બોલને ખૂબ શાનદાર રીતે કેચ કરી લીધો હતો. પરંતુ આ કેચ દરમિયાન હાર્દિકનો પગ બાઉન્ડ્રીને અડક્યો કે નહી તે સ્પષ્ટ થયું નહોતું.
હાર્દિક પંડ્યાએ કરેલા કેચ મુદ્દે નિર્ણય લેવા માટે એમ્પાયરે રીપ્લેમમાં જોયું ત્યારે સ્પષ્ટ થયું હતું કે, હાર્દિકે કેચ કર્યા બાદ પોતાના પગને બાઉન્ડ્રી પર મુક્યો હતો અને બોલને પાછો ઉછાળ્યો હતો. પરંતુ આ દરમિયાન હાર્દિકના હાથમાં જ્યારે બોલ હતો ત્યારે જ તેને પગ બાઉન્ડ્રીને સ્પર્શ્યો હતો જેથી લિવિંગસ્ટોનને નોટ આઉટ અપાયો હતો. હાર્દિક પંડ્યાનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી જતાં લિવિંગસ્ટોનને જીવનદાન મળ્યું હતું.
Liam Livingstone will be really thankful to Hardik Pandya. well,it was a great effort from him 🔥 pic.twitter.com/y422EKzveF
— Akshat (@AkshatOM10) April 8, 2022
આ જીવનદાન મળ્યા બાદ લિવિંગસ્ટોને તોફાની બેટિંગ કરી હતી. લિવિંગસ્ટોને 27 બોલમાં 64 રન કર્યા હતા. આ 64 રનમાં 4 સિક્સ અને 7 ચોક્કા માર્યા હતા. જો કે ત્યાર બાદ રાશિદ ખાને જ લિવિંગસ્ટોનને આઉટ કર્યો હતો.