PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો
આઈપીએલ 2022ની 16મી મેચમાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી દીધું છે. ગુજરાતની જીતના હિરો રાહુલ તેવટીયા બન્યો છે તેણે 2 બોલ પર બે સિક્સર ફટકારીને ગુજરાત ટાઈટન્સની જીત પર મહોર મારી
PBKS vs GT, Match Highlights: આઈપીએલ 2022ની 16મી મેચમાં ગુજરાત ટાઈટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી દીધું છે. ગુજરાતની જીતના હિરો રાહુલ તેવટીયા બન્યો છે, રાહુલે છેલ્લા 2 બોલ પર બે સિક્સર ફટકારીને ગુજરાત ટાઈટન્સની જીત પર મહોર મારી દીધી હતી. આ અવિસ્મરણીય મેચમાં શુભમન ગિલ, સાંઈ સુંદર, હાર્દિક પંડ્યા અને રાહુલ તેવટીયાએ પોતાની ક્ષમતાનું જોરદાર પ્રદર્શન કરીને બતાવી દીધું છે કે ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે.
છેલ્લી ઓવરમાં થયો કમાલઃ
ગુજરાત ટાઈટન્સને છેલ્લી ઓવરમાં જીત માટે 19 રનની જરુર હતી. છેલ્લી ઓવરમાં ક્રીઝ પર રાહુલ તેવટીયા અને ડેવિડ મિલર હતા. રાહુલ તેવટીયાએ પોતાની ટીમને જીત અપાવવા માટે છેલ્લા બોલ સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. રાહુલને છેલ્લા 2 બોલમાં 12 કરવાનો ટાર્ગેટ મળ્યો હતો ત્યારે તેણે બંને બોલ પર સિક્સર લગાવીને ગુજરાતને જીત અપાવી હતી. આ સાથે ગુજરાત ટાઈટન્સે આ સીઝનમાં પોતાની સતત ત્રીજી જીત મેળવી લીધી છે.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗙𝗜𝗡𝗜𝗦𝗛! 👌 👌@rahultewatia02 creams two successive SIXES on the last two deliveries as the @hardikpandya7-led @gujarat_titans beat #PBKS & complete a hat-trick of wins in the #TATAIPL 2022! 👏 👏 #PBKSvGT
— IndianPremierLeague (@IPL) April 8, 2022
Scorecard ▶️ https://t.co/GJN6Rf8GKJ pic.twitter.com/ke0A1VAf41
ગુજરાત ટાઈટન્સની ટીમ પંજાબ કિંગ્સે આપેલા 190 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે શરુઆતમાં શુભમન ગિલ અને સાંઈ સુંદરે બાજી સંભાળી હતી. શુભમન ગિલે પોતાનું શાનદાર પ્રદર્શન કરતાં ચોક્કાનો વરસાદ કર્યો હતો. જો કે શુભમન પોતાની સદી ચુકી ગયો હતો. શુભમને 59 બોલમાં 11 ચોક્કા અને 1 સિક્સરથી 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની સાથે જ સાંઈ સુંદરે પણ 30 બોલમાં 35 રન કર્યા હતા. સાંઈ સુંદર આઉટ થયા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ આક્રમક બેટિંગ કરતાં 18 બોલમાં 27 રન કર્યા હતા. જો કે આ દરમિયાન ગુજરાતની જીતવાની આશા ધોવાઈ ગઈ હતી. પરંતુ રાહુલ તેવટીયાએ છેલ્લી ઓવરમાં કમાલ કરીને છેલ્લા બંને બોલમાં સિક્સ લગાવીને ગુજરાતને 6 વિકેટે જીત અપાવી હતી.