IPL અને WPLની પ્રાઇઝ મનીમાં છે જમીન-આસમાનનો ફરક, જાણો વિજેતા ટીમથી લઇને દરેક કેટેગરીમાં ઇનામી રકમનું અંતર
IPLના પ્રસારણ અધિકારથી લઇને સ્પૉન્સરશીપ જેવી વસ્તુઓથી WPLની સરખામણીમાં વધુ કમામી થાય છે.
![IPL અને WPLની પ્રાઇઝ મનીમાં છે જમીન-આસમાનનો ફરક, જાણો વિજેતા ટીમથી લઇને દરેક કેટેગરીમાં ઇનામી રકમનું અંતર Prize Money Details: know ipl and wpl prize money difference from champion team to orange and-purple cap winners IPL અને WPLની પ્રાઇઝ મનીમાં છે જમીન-આસમાનનો ફરક, જાણો વિજેતા ટીમથી લઇને દરેક કેટેગરીમાં ઇનામી રકમનું અંતર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/69baf92492ce94ca7ed163a1b2888f84167991116165277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL and WPL Prize Money: મહિલા પ્રીમિયર લીગનું પહેલુ ટાઇટલ મુંબઇ ઇન્ડિયન્સના નામે રહ્યું છે. આ ટાઇટલની સાથે મુંબઇ ઇન્ડિયન્સની ટીમને ભારે ભરખમ પ્રાઇઝ મની મળી છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમને 6 કરોડ રૂપિયા ઇનામી રકમ તરીકે આપવામાં આવી છે. જોકે, IPLની સરખામણીમાં આ રકમ એકદમ ઓછી છે, ગઇ વખત IPL ચેમ્પીયનને કુલ 20 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો, આ જ રીતે WPL અને IPL ની દરેક કેટેગરીની ઇનામી રકમમાં ખુબ અંતર છે.
આમ, બન્ને ટીમો લીગની પ્રાઇઝ મનીમાં અંતર હોવું પણ યોગ્ય છે, ખરેખરમાં, IPLની વ્યૂઅરશીપ WPLની સરખામણીમાં બહુજ વધુ છે. IPLના પ્રસારણ અધિકારથી લઇને સ્પૉન્સરશીપ જેવી વસ્તુઓથી WPLની સરખામણીમાં વધુ કમામી થાય છે. આવામાં BCCI આ બન્ને લીગમાં એક સમાન પ્રાઇઝ મની નથી રાખી શકાતી. જાણો IPL અને WPL ના મોટા એવૉર્ડ્સ વિનર્સની પ્રાઇઝ મની....
કેટેગરી | WPL 2023 | IPL 2022 |
વિજેતા ટામ | 6 કરોડ રૂપિયા | 20 કરોડ રૂપિયા |
રનર-અપ ટીમ | 3 કરોડ રૂપિયા | 13 કરોડ રૂપિયા |
ઓરેન્જ કેપ વિનર (સૌથી વધુ રન) | 5 લાખ રૂપિયા | 15 લાખ રૂપિયા |
પર્પલ કેપ વિનર (સૌથી વધુ વિકેટ) | 5 લાખ રૂપિયા | 15 લાખ રૂપિયા |
મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ સિઝન | 5 લાખ રૂપિયા | 15 લાખ રૂપિયા |
કેચ ઓફ ધ સિઝન | 5 લાખ રૂપિયા | 12 લાખ રૂપિયા |
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન | 5 લાખ રૂપિયા | 20 લાખ રૂપિયા |
પાવરફૂલ સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન | 5 લાખ રૂપિયા | 15 લાખ રૂપિયા |
IPL 2023માં હજુ વધશે પ્રાઇઝ મની -
IPL 2022ની સરખામણીમાં IPL 2023માં દરેક કેટેગરીમાં પ્રાઇઝ મનીમાં વધારો થઇ શકે છે. કુલ 20 થી 25% સુધી પ્રાઇઝ મની વધારાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં કુલ 46.5 કરોડ રૂપિયા પ્રાઇઝ મની તરીકે વહેંચવામાં આવ્યા હતા. આગામી થોડાક દિવસોમાં IPL 2023ની પ્રાઇઝ મનીને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.
WPL 2023 Winners Prize : મહિલા આઈપીએલની પ્રથમ સિઝનની વિજેતા બની મુંબઈ ઈન્ડિયન્સ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ, પ્રાઇઝ મની સહિતની તમામ વિગત
WPL 2023: વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ 26 માર્ચે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ છેલ્લી ઓવરમાં દિલ્હીને 7 વિકેટે હરાવીને મહિલા IPLની પ્રથમ સિઝન જીતી લીધી હતી. પ્રથમ મહિલા IPL ખતમ થયા બાદ મોટાભાગના લોકોના મનમાં એક પ્રશ્ન છે કે વિજેતા ટીમની ઈનામી રકમ કેટલી છે. જો તમારા મનમાં પણ આવો જ સવાલ છે તો ચાલો તમને આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને એવોર્ડ જીતનાર વિજેતા, રનર અપ તેમજ ખેલાડીઓની ઈનામની રકમ વિશે જણાવીએ.
મહિલા આઈપીએલ પ્રાઈઝ મની
વિમેન્સ પ્રીમિયર લીગ 2023 જીતનાર ટીમને 6 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું. ફાઈનલ મેચમાં હારનાર ઉપવિજેતા ટીમને 3 કરોડ રૂપિયાની પ્રાઇમ મની આપવામાં આવી. આ સિવાય એલિમિનેટરમાં હારીને બહાર થઈ ગયેલી ટીમ યુપી વોરિયર્સને પણ 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોથા અને પાંચમા સ્થાને રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સની ટીમને કંઈ નહીં મળે.
કોને કયો એવોર્ડ મળ્યો
- પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ મેચ - રાધા યાદવ, દિલ્હી કેપિટલ્સ, ટ્રોફી અને રૂ. 1 લાખ
- પ્લેયર ઓફ ધ મેચ - નેટ સીવર-બ્રન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ, ટ્રોફી અને રૂ. 2.5 લાખ
- સિઝનની પાવરફુલ સ્ટ્રાઈક - સોફી ડિવાઈન, આરસીબી, ટ્રોફી અને રૂ. 5 લાખ
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન - યસ્તિકા ભાટિયા - ટ્રોફી અને રૂ. 5 લાખ
- ફેરપ્લે એવોર્ડ - મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ
- કેચ ઓફ ધ સીઝન - હરમનપ્રીત કૌર, મુંબઈ ઈન્ડિયન્સ, ટ્રોફી અને રૂ. 5 લાખ
- સૌથી વધુ વિકેટ, પર્પલ કેપ - હેલી મેથ્યુસ, મુંબઈ ઈન્ડિયન્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
- સૌથી વધુ રન, ઓરેન્જ કેપ - મેગ લેનિંગ, દિલ્હી કેપિટલ્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન - હેલી મેથ્યુસ, મુંબઈ ઈન્ડિયન્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)