KKR vs DC: આવી હોઇ શકે છે કોલકત્તા અને દિલ્હીની પ્લેઇંગ ઇલેવન, જાણો કોણુ પલડુ છે ભારે
આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર એકવાર પહેલા બેટિંગ કરતા જીત હાંસલ કરી છે.
KKR vs DC: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 19મી મેચમાં આજે કોલકત્તા રાઇડર્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સની સામે થવાનો છે. આજની મેચમાં એકબાજુ KKR ની પાસે જીતની હેટ્રિક લગાવવાનો મોકો છે, તો બીજી બાજુ દિલ્હી બે મેચમાં હાર બાદ જીત મેળવી લયમાં પાછી આવવા પ્રયાસ કરશે. જાણો કેવી હશે બન્નેને પ્લેઇંગ ઇલેવન અને કોનુ પલડુ છે ભારે....
પીચ રિપોર્ટ -
આ મેચ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર એકવાર પહેલા બેટિંગ કરતા જીત હાંસલ કરી છે. આ ઉપરાંત ત્રણ મેચમાં ટાર્ગેટનો પીછો કરતા જીત હાંસલ કરી છે. અહીં બેટિંગ માટે આસાની છે. આવામાં ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ જ પસંદ કરશે.
બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ -
અંજિક્યે રહાણે, વેંકેટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટકીપર), નીતિશ રાણા, આંદ્રે રસેલ, સુનીલ નારેન, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિખ સલામ, વરુણ ચક્રવર્તી.
દિલ્હી કેપિટલ્સ ટીમ -
પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, રૉવમેન પૉવેલ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), સરફરાજ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝૂર રહેમાન, એનરિક નૉર્ટર્ઝે.
કોનુ પલડુ છે ભારે -
જો હાલના ફોર્મની વાત કરીએ તો KKR સતત બે મેચો જીતીને આવી છે, આવામાં દિલ્હી વિરુદ્ધ કોલકત્તાની પાસે એકવાર ફરીથી જીત હાંસલ કરવાના મોકો છે, મેચમાં KKRનો પલડુ ભારે લાગી રહ્યું છે.
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?