RR vs KKR: રાજસ્થાનની ટીમમાં વેસ્ટઇન્ડિઝના આ તેજ બોલરની થઇ એન્ટ્રી, કલકત્તાએ આ ક્રિકેટરને કર્યો ટીમમાંથી ‘આઉટ’
IPL 2022 : રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે.
Rajasthan Royals vs Kolkata Knight Riders: મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 30મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે.
ટોસ બાદ કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું, અમે પહેલા બોલિંગ કરીશું. વિકેટ અદભૂત અને અઘરી લાગે છે. એક બાજુ ટૂંકી લાગે છે અને બીજી લાંબી લાગે છે, તેથી આ બીજું કારણ છે કે અમે લક્ષ્યનો પીછો કરવા માંગીએ છીએ. અમે ફક્ત નેટમાં જ પ્રેક્ટિસ કરી શકીએ છીએ, અમે વીડિયો જોયા છે અને મીટિંગમાં વાત કરી છે. અમે પરિવર્તન સાથે ઉતર્યા છીએ.
બીજી તરફ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ બાદ કહ્યું કે, અમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત, પરંતુ અમારે બંને માટે તૈયાર રહેવાની જરૂર છે. અમારી ટીમ બંને કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરેક વ્યક્તિએ ટીમને જે પણ જરૂર હોય તેમાં યોગદાન આપવું પડશે, મુદ્દો હંમેશા પરિસ્થિતિને સમજવા અને સ્માર્ટ બનવાનો છે. દરેક વ્યક્તિ યોગદાન આપવા માંગે છે, પરંતુ નિષ્ફળતાઓ સ્વીકારવી જોઈએ. અમે સકારાત્મક દૃષ્ટિકોણ સાથે આગળ જોઈ રહ્યા છીએ. અમે ત્રણ ફેરફારો કર્યા છે. કરુણ નાયર, ઓબેદ મેકકોય અને ટ્રેન્ટ બોલ્ટને તક મળી છે.
રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન - જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), કરુણ નાયર, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદન ક્રિષ્ના, ઓબેદ મેકકોય, યુઝવેન્દ્ર ચહલ.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન - વેંકટેશ ઐયર, એરોન ફિન્ચ, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન (ડબ્લ્યુકે), સુનીલ નારાયણ, પેટ કમિન્સ, શિવમ માવી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની એક સેલ્ફી વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2022માં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે. તેની પત્ની નતાશા સ્ટેનકોવિક ઘણીવાર સ્ટેડિયમમાં આવે છે અને તેની ટીમને ચીયર કરતી જોવા મળે છે. મેચ દરમિયાન નતાશાની પ્રતિક્રિયાઓ ખૂબ જ વાયરલ છે. પરંતુ આ વખતે તે અન્ય કારણોસર ચર્ચામાં છે.
નતાશા સ્ટેનકોવિકની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. નતાશાએ થોડા સમય પહેલા આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ચાહકો આના પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ સેલ્ફીમાં નતાશા ખૂબ જ સુંદર લાગી રહી છે.