શોધખોળ કરો

હાર્દિક વગર મુંબઈની હાર! SKY ની ફિફ્ટી એળે ગઈ, સમીર રિઝવીએ દિલ્હીને અપાવી શાનદાર જીત

રિઝવીની 90 રનની વિસ્ફોટક ઇનિંગ સામે કેપ્ટન સૂર્યકુમારની ફિફ્ટી સાવ ફિક્કી પડી; અક્ષર પટેલની કેપ્ટનશિપમાં દિલ્હીની IPL 2026 માં સતત બીજી જીત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિલ્હીએ મુંબઈને ૬ વિકેટે હરાવી, સિઝનની બીજી જીત મેળવી.
  • સમીર રિઝવીની ૯૦ રનની તોફાની ઇનિંગથી દિલ્હીએ લક્ષ્ય પાર કર્યું.
  • મુંબઈ તરફથી સૂર્યાકુમાર યાદવે ૫૧, રોહિતે ૩૫ રન બનાવ્યા.
  • દિલ્હી કેપિટલ્સનું IPL ૨૦૨૬ માં શાનદાર પ્રદર્શન જારી.

IPL 2026 માં દિલ્હી કેપિટલ્સ (DC) નો વિજય રથ પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 6 વિકેટે કચડી નાખ્યું છે. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ યુવા બેટ્સમેન સમીર રિઝવીની 90 રનની તોફાની ઇનિંગના જોરે 19મી ઓવરમાં જ લક્ષ્યને આસાનીથી પાર કરી લીધો હતો. આ શાનદાર પ્રદર્શન સાથે જ અક્ષર પટેલના નેતૃત્વવાળી દિલ્હીની ટીમે આ સિઝનમાં પોતાની સતત બીજી જીત નોંધાવી છે.

શરૂઆતના ઝટકા પછી સમીર રિઝવીએ સર્જી તબાહી

163 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત સાવ ખરાબ રહી હતી. ઓપનર કેએલ રાહુલ માત્ર 1 રન બનાવીને આઉટ થયો અને નીતિશ રાણા તો ખાતું પણ ન ખોલાવી શક્યો. પરંતુ ત્યારપછી મેદાનમાં આવ્યો સમીર રિઝવી! રિઝવી કંઈક અલગ જ મૂડમાં હતો. તેણે શરૂઆતમાં 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને અડધી સદી પૂરી થતાં જ તેણે ગિયર બદલીને મુંબઈના બોલરોની બરાબરની ધોલાઈ શરૂ કરી દીધી. તેણે માત્ર 51 બોલમાં 90 રનની મેચ-વિનિંગ ઇનિંગ રમી કાઢી.

રિઝવીએ પહેલા પથુમ નિસાન્કા સાથે 66 રનની અને પછી ડેવિડ મિલર સાથે 78 રનની મજબૂત ભાગીદારી કરીને દિલ્હીને જીતની નજીક પહોંચાડી દીધું. તમને જણાવી દઈએ કે, રિઝવી અત્યાર સુધી માત્ર 2 જ મેચ રમ્યો છે અને 160 રન ફટકારી ચૂક્યો છે. અગાઉ લખનૌ સામે પણ તેણે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી.

કેપ્ટન સૂર્યા અને રોહિતની મહેનત પર ફર્યું પાણી

આ મેચમાં મુંબઈનો નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા બીમાર હોવાથી રમ્યો નહોતો. તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી. દબાણવાળી આ મેચમાં સૂર્યાએ શાનદાર બેટિંગ કરતા 51 રનની અડધી સદી ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ પણ 35 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, દિલ્હીના સમીર રિઝવીએ જે પ્રકારે 90 રન ફટકાર્યા, તેની સામે મુંબઈના બેટ્સમેનોની આ બધી જ મહેનત પાણીમાં ગઈ હતી.

દિલ્હી કેપિટલ્સનું જોરદાર ફોર્મ યથાવત

કેપ્ટન અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સે તેમના IPL 2026 ના અભિયાનની શરૂઆત એકદમ સ્ટાઇલમાં કરી છે. ટૂર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં દિલ્હીએ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 6 વિકેટે હરાવ્યું હતું. હવે મુંબઈ ઈન્ડિયન્સને પણ 6 વિકેટે ધૂળ ચટાડીને દિલ્હીએ સિઝનની સતત બીજી જીત પોતાના નામે કરી લીધી છે.

Frequently Asked Questions

IPL 2026 માં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે કયો સ્કોર કર્યો?

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું. મુંબઈએ 162 રન બનાવ્યા હતા, જેનો પીછો દિલ્હીએ 19મી ઓવરમાં કર્યો.

મુંબઈ ઈન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સના વિજયમાં કયા ખેલાડીએ મુખ્ય ભૂમિકા ભજવી?

યુવા બેટ્સમેન સમીર રિઝવીએ 90 રનની તોફાની ઇનિંગ રમીને દિલ્હીને જીત અપાવી. તેણે 51 બોલમાં 90 રન ફટકાર્યા હતા.

સમીર રિઝવીનું IPL 2026 માં અત્યાર સુધીનું પ્રદર્શન કેવું રહ્યું છે?

સમીર રિઝવીએ માત્ર 2 મેચ રમી છે અને 160 રન ફટકાર્યા છે. તેણે લખનૌ સામે પણ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન કોણ હતા અને તેમનું પ્રદર્શન કેવું હતું?

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી. તેણે 51 રનની અડધી સદી ફટકારી હતી, જ્યારે રોહિત શર્માએ 35 રન બનાવ્યા.

દિલ્હી કેપિટલ્સે IPL 2026 માં સતત કેટલી મેચો જીતી છે?

દિલ્હી કેપિટલ્સે IPL 2026 માં સતત બીજી મેચ જીતી છે. પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને અને બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget