IPL 2022, SRH vs GT: સતત ત્રણ જીત બાદ ગુજરાત ટાઈટન્સ હાર્યું, હૈદરાબાદ 8 વિકેટે જીત્યું
IPL 2022માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ ટીમો સામસામે ટકરાશે. ટુંક સમયમાં આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. મેચનો ટોસ 7 વાગ્યે થશે, જ્યારે મેચ 7:30 વાગ્યે શરૂ થશે.
LIVE
Background
IPL 2022, SRH vs GT: IPL 2022માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ ટીમો સામસામે ટકરાશે. ટુંક સમયમાં આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. મેચનો ટોસ 7 વાગ્યે થશે, જ્યારે મેચ 7:30 વાગ્યે શરૂ થશે.
યુવા ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને આજે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં તક મળી શકે છે. સ્પીડસ્ટાર ઉમરાન મલિકના સ્થાને તેને અંતિમ અગિયારમાં સ્થાન મળી શકે છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો આજે એજ ટીમ મેદાનમાં ઉતરી શકે છે. આજે ફરી હાર્દિક પંડ્યા ગુજરાત માટે ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. બીજી તરફ યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને ત્રીજા નંબર પર બીજી તક મળી શકે છે.
જાણો પીચ રિપોર્ટ
આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ડીવાય પાટિલ સ્ટેડિયમની પીચ પરથી બોલરોને બાઉન્સ મળે છે. આ પીચ બોલર અને બેટ્સમેન બંને માટે યોગ્ય છે, મેચ રાત્રે યોજાશે, જેના કારણે અહીં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં 60 ટકાથી વધુ મેચ પીછો કરતી ટીમે જીતી છે. જેના કારણે ટીમ અહીં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા માંગશે.
નિકોલસ પુરને વિનિંગ સિક્સર મારી હૈદરાબાદને જીત અપાવી
નિકોલસ પુરને વિનિંગ સિક્સર મારી હૈદરાબાદને જીત અપાવી.
છેલ્લી ઓવરમાં હૈદરાબાદને જીત માટે 1 રનની જરુર.
છેલ્લી ઓવરમાં હૈદરાબાદને જીત માટે 1 રનની જરુર. નિકોલસ પુરને જોરદાર બેટિંગ કરતાં હૈદરાબાદ જીત તરફ પહોંચ્યું. પુરને 17 બોલમાં 28 રન કર્યા.
હૈદરાબાદને જીત મેળવવા માટે 12 બોલમાં 13 રનની જરુર
હૈદરાબાદનો સ્કોર 18 ઓવરના અંતે 150 રન પર પહોંચ્યો છે. હાલે નિકોલસ પુરન અને એડન માર્કરમ રમી રહ્યા છે. હૈદરાબાદને જીત મેળવવા માટે 12 બોલમાં 13 રનની જરુર
ગુજરાતને મળી મોટી સફળતા, વિલિયમ્સન 57 રન કરીને આઉટ
ગુજરાતને મળી મોટી સફળતા મળી છે. અર્ધશતક ફટકારી ચુકેલા હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સનની વિકેટ હાર્દિક પંડ્યાએ જડપી છે. વિલિયમ્સન 57 રન કરીને આઉટ થયો. હૈદરાબાદનો સ્કોર 129 રને બે વિકેટ.
હૈદરાબાદને જીત માટે 27 બોલમાં 39 રનની જરુર
15.4 ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર 124 રન પર પહોંચ્યો છે. હૈદરાબાદને જીત માટે 27 બોલમાં 39 રનની જરુર