શોધખોળ કરો

IPL 2024: આ વખતે હૈદરાબાદનું ચેમ્પિયન બનવું લગભગ નક્કી, બન્યો આ અદભૂત સંયોગ, જાણો

SRH vs KKR Final: IPL ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રેકોર્ડ 20.75 કરોડ રૂપિયામાં પેટ કમિન્સને સામેલ કર્યા હતા. જે બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની હરાજીની રણનીતિ પર ઘણા સવાલો ઉભા થયા હતા

SRH vs KKR Final: ગઇરાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદે ક્વૉલિફાયર-2માં રાજસ્થાન રૉયલ્સને હરાવ્યું. આ જીત બાદ પેટ કમિન્સની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. હવે કોલકાતા નાઈટ રાઈડર્સ રવિવારે ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. બંને ટીમો ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. પરંતુ ફેન્સને સવાલ થાય છે કે, શું સનરાઇઝર્સ હૈદરાબાદ ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવી શકશે ? ખરેખરમાં, આ ટીમ સાથે જોડાયેલા 3 અદભૂત સંયોગો રચાયા છે, જેના આધારે કહી શકાય કે સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજી વખત ચેમ્પિયન બની શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને આઇપીએલ ફાઇનલ - 
સનરાઇઝર્સ હૈદરાબાદ ચોથી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. આ ટીમ પ્રથમ વખત IPL 2009ની ફાઈનલ રમી હતી, જોકે તે સમયે તેનું નામ ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ હતું. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2016ની ફાઇનલમાં પહોંચી હતી. જ્યારે ત્રીજી વખત IPL 2018ની ફાઈનલ કેન વિલિયમસનની કેપ્ટનશીપમાં રમાઈ હતી. વળી, હવે પેટ કમિન્સના નેતૃત્વમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

એડમ ગિલક્રિસ્ટ, ડેવિડ વૉર્નર અને પેટ કમિન્સ - 
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે લકી ચાર્મ રહ્યો છે. એડમ ગિલક્રિસ્ટ IPL 2009માં કેપ્ટન હતો. જ્યારે IPL 2016માં ડેવિડ વૉર્નર કેપ્ટનની ભૂમિકામાં હતો. IPL 2018ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તે ટીમની કમાન કેન વિલિયમસનના હાથમાં હતી. વળી, હવે ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સની કપ્તાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેથી, સનરાઇઝર્સ હૈદરાબાદના ચાહકો આશા રાખશે કે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ફરીથી ટીમ માટે લકી ચાર્મ સાબિત થાય.

IPL ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રેકોર્ડ 20.75 કરોડ રૂપિયામાં પેટ કમિન્સને સામેલ કર્યા હતા. જે બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની હરાજીની રણનીતિ પર ઘણા સવાલો ઉભા થયા હતા, પરંતુ હવે પેટ કમિન્સે પોતાની કેપ્ટનશિપથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે, એ જોવાનું રસપ્રદ રહેશે કે શું સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઇનલમાં શ્રેયસ અય્યરની આગેવાનીવાળી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવવામાં સફળ થશે ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget