(Source: ECI/ABP News/ABP Majha)
GT vs RCB: વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારતા જ ઝુમી ઉઠી અનુષ્કા શર્મા
IPL 2022: મુંબઈના બેબ્રોન સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલ 2022ની 43મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં આઈસીબીનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જુના રંગમાં જોવા મળ્યો હતો.
Virat Kohli Smashed Fifty: મુંબઈના બેબ્રોન સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલ 2022ની 43મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં આઈસીબીનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જુના રંગમાં જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ રન બનાવતા જ સ્ટેડિયમાં બેસેલી તેમની પત્ની અનુષ્કા શર્મા પણ બહુ ખુશ જોવા મળી હતી. હવે સોશિયલ મીડિયા પર અનુષ્કાએ આપેલા રિએક્શન વાયરલ થઈ રહ્યા છે.
Anushka Sharma like a proper fan after that Kohli six 🤩 pic.twitter.com/lM7XxLBJJG
— India Fantasy (@india_fantasy) April 30, 2022
વિરાટ કોહલી આ મેચમાં 53 બોલમાં 58 રન કરી આઉટ થયો છે. તેમણે પોતાની ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કોહલીના દરેક શોટ પર અનુષ્કા શર્મા ખુશ થતી જોવા મળી હતી. કોહલીએ જ્યારે સિક્સર ફટકારી ત્યારે અનુષ્કાની ખુશી જોયા જેવી હતી.
સતત ફલોપ થઈ રહ્યો હતો કોહલી
નોંધનિય છે કે, આ આઈપીએલ સિઝનમાં કોહલી સતત ફ્લોપ ચાલી રહ્યો હતો.આ ઉપરાંત તે સતત ઝીરો પર પણ આઉટ થતો હતો. આઈપીએલ 2022માં આ તેની પહેલી ફિફ્ટી છે. આ મેચ પહેલા તેના બેટથી કોઈ મોટો સ્કોર બન્યો ન હતો. જો કે આજે કોહલી પોતાના જુના રંગમાં જોવા મળ્યો હતો.
Anushka Sharma chanting for Virat Kohli > ❤️ pic.twitter.com/WUaqMzi00p
— Haram Posting (@DiCruSe69) April 30, 2022
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન): ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, મહિપાલ લોમરોર, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, પ્રદીપ સાંગવાન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી.