IPL 2025 : સૂર્યકુમાર યાદવ ઈતિહાસ રચવાની નજીક,એક બે નહીં 5 મહારેકોર્ડ બનાવી તહેલકો મચાવશે
IPL 2025 ની 12મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈમાં રમાશે.

Suryakumar Yadav: IPL 2025 ની 12મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈમાં રમાશે. તમને જણાવી દઈએ કે મુંબઈની ટીમ આઈપીએલ 2025માં અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં આ મેચ હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે. KKR આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી બેમાંથી એક મેચ જીતવામાં સફળ રહ્યું છે, એટલે કે આ મેચ જીતીને બંને ટીમો આઈપીએલના પોઈન્ટ ટેબલમાં પોતપોતાની સ્થિતિ સુધારવા ઈચ્છશે. સૂર્યકુમાર યાદવ આ મેચમાં ઈતિહાસ રચવાની નજીક છે. મુંબઈનો બેટ્સમેન સૂર્યા T-20માં શાનદાર રેકોર્ડ બનાવવાની નજીક છે.
8000 T-20 રન પૂરા કરવાની નજીક
સૂર્યા T-20માં 8000 રન બનાવવાની નજીક છે. 20 રન બનાવતાની સાથે જ સૂર્યકુમાર યાદવ T-20માં 8000 રન પૂરા કરી લેશે. આમ કરવાથી સૂર્યા આ ઐતિહાસિક આંકડાને સ્પર્શનાર વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને સુરેશ રૈના બાદ પાંચમો ભારતીય ક્રિકેટર બની જશે. ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યાએ અત્યાર સુધી 287 ઇનિંગ્સમાં 34.10ની એવરેજથી 7,980 રન બનાવ્યા છે.
T-20માં 800 ચોગ્ગા પૂરા કરવાની નજીક છે
જો સૂર્યા આજની મેચમાં 7 ચોગ્ગા ફટકારવામાં સફળ રહે છે તો T-20માં તેના નામે 800 ચોગ્ગા નોંધાઈ જશે. સૂર્યા અત્યાર સુધી ટી-20માં 287 ઈનિંગ્સ રમી ચૂક્યો છે. આમ કરવાથી સૂર્યા આ સિદ્ધિ મેળવનાર વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન પછી ચોથો ભારતીય ક્રિકેટર બની જશે.
T20માં 350 છગ્ગા
સૂર્યા T-20માં 350 સિક્સર પૂરી કરવાની નજીક છે. વધુ ત્રણ સિક્સર સાથે સૂર્યા T-20માં 350 સિક્સર મારવાની સિદ્ધિ હાંસલ કરશે. આમ કરવાથી સૂર્યા T20માં 350 કે તેથી વધુ સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બની જશે. અત્યાર સુધી માત્ર બે ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં સૂર્યકુમાર કરતાં વધુ સિક્સર ફટકારી છે.
ભારતમાં 250 સિક્સર ફટકારવાના રેકોર્ડની નજીક
સૂર્યકુમાર યાદવ સિક્સર ફટકારવાના મોટા રેકોર્ડની નજીક પહોંચી ગયો છે, ભારતમાં T20 મેચોમાં 250 સિક્સર પૂરા કરવા માટે માત્ર બે સિક્સરની જરૂર છે. કુલ મળીને, તેણે તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધીમાં 347 છગ્ગા ફટકાર્યા છે.
IPLમાં 400 ચોગ્ગા પૂરા કરવાથી 12 ચોગ્ગા દૂર
સૂર્યકુમાર યાદવે તેની IPL કરિયરની 152 મેચોમાં 388 ચોગ્ગા ફટકાર્યા છે. જો તે વધુ 12 ચોગ્ગા ફટકારવામાં સફળ થશે તો તે 400 ચોગ્ગા પૂરા કરનાર IPL ઇતિહાસનો 14મો ક્રિકેટર બની જશે. ભારતીય ખેલાડીઓમાં, તે શિખર ધવન, વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, રોબિન ઉથપ્પા, દિનેશ કાર્તિક અને કેએલ રાહુલ પછી આવું કરનાર 10મો ક્રિકેટર હશે.




















