આજે IPLમાં છેલ્લી મેચ રમવા મેદાનમાં ઉતરશે ધોની? CSKની મેચ પહેલા અટકળોનું બજાર ગરમ
MS Dhoni IPL 2022: આઈપીએલ(IPL)ની 68મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન મેદાનમાં ઉતરશે. મુંબઈના ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં બન્ને ટીમો એક બીજા સાથે બે-બે હાથ કરશે
IPL 2022: આઈપીએલ(IPL)ની 68મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન મેદાનમાં ઉતરશે. મુંબઈના ઐતિહાસિક બ્રેબોર્ન સ્ટેડિયમમાં બન્ને ટીમો એક બીજા સાથે બે-બે હાથ કરશે. આ મેચમાં તમામ ક્રિકેટફેન્સની નજર એમએસ ધોની પર રહેશે, જે આ સિઝનની છેલ્લી મેચ રમવા મેદાનમાં ઉતરશે.
તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એવી પણ અટકળ વહેતી થઈ છે કે, ધોનીની આઈપીએલની આ છેલ્લા મેચ હોય શકે છે. આઈપીએલની વર્તમાન સિઝન દરમિયાન જ્યારે ધોનીએ જાડેજા પાસેથી ફરી કેપ્ટન્સી સંભાળી હતી ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તે, 2023માં સીએસકેના કેપ્ટન તરીકે ચાલું રહે છે. તેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે, તમે મને પીળી જર્સીમાં જરૂર જોશો, પરંતુ જર્સીનો રંગ કેવો હશે તે સ્પષ્ટ કહી ન શકાય.
ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો, પરંતુ તે આઈપીએલમાં સીએસકે તરફથી રમતો રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો ન હતો. 40 વર્ષિય ધોની સૌથી લોકપ્રિય ક્રિકેટર હોવાની સાથે સાથે એક વૈશ્વિક આઈકોન પણ છે. એવામાં બધાની નજર તેમના નિર્ણય પર છે કે તે આઈપીએલની આવનારી સિઝનમાં ખેલાડી તરીકે જોવા મળશે કે પછી કોઈ મેન્ટરની ભૂમિકામાં. ધોનીએ સીએસકેને 4 ટાઈટલ્સ અપાવ્યા છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રાજસ્થાન રૉયલ્સ ટીમ - યશસ્વી જાયસ્વાલ, જૉસ બટલર, સંજૂ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્તા પડિકક્લ, શિમરૉન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બૉલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, ઓબેદ મેકૉય.
ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ -ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉનવે, રૉબિન ઉથપ્પા, મોઇન અલી, શિવમ દુબે, અંબાતી રાયુડુ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), મિશેલ સેન્ટનર, પ્રશાંત સોલંકી, મથીશા પથિરાના, મુકેશ ચૌધરી.