(Source: ECI/ABP News/ABP Majha)
SRH vs RCB: વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રથમ બોલ પર આઉટ, આ બોલરે કર્યો હતો આઉટ
IPL 2022 ની 54મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 3.30 કલાકે મેચ શરૂ થઈ હતી.
IPL 2022 ની 54મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 3.30 કલાકે મેચ શરૂ થઈ હતી. આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇનિંગ્સના પહેલા જ બોલ પર પૂર્વ આરસીબી કેપ્ટન વિરાટ કોહલી ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આ સિઝનમાં તે ત્રીજી વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. આ સાથે જ વિરાટ કોહલી આઈપીએલના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રથમ બોલ પર આઉટ થયો છે.
જે સુચિતે વિકેટ લીધીઃ
સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિન બોલર જે સુચિત પ્રથમ ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે પહેલા બોલ પર જ વિરાટ કોહલીને પેવેલિયન મોકલી દીધો હતો. સુચિતે ફેંકેલા પગ પર ફુલ લેન્થના બોલને વિરાટ કોહલી ફ્લિક કરવા ગયો અને બોલ સીધો કેપ્ટન કેન વિલિયમસનના હાથમાં ગયો હતો. આ સાથે કોહલી આ સિઝનમાં ત્રીજી વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે.
IPLમાં વિરાટ કોહલીનો ગોલ્ડન ડકઃ
મુંબઈ ઈન્ડિયન્સ, બેંગ્લોરમાં 2008 (આશિષ નેહરા)
પંજાબ કિંગ્સ, બેંગ્લોરમાં 2014 (સંદીપ શર્મા)
કોલકાતા નાઈટ રાઈડર્સ કોલકાતા, 2017 (નાથન કુલ્ટર-નાઈલ)
લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ DYP સ્ટેડિયમ 2022 (દુષ્મંત ચમીરા)
સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ 2022 - (માર્કો જેન્સન)
મુંબઈમાં વાનખેડે ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ 2022 (જે સુચિત)
બંને ટીમોની પ્લેઈંગ 11:
સનરાઈઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, જગદીશ સુચિત, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારૂકી, ઉમરાન મલિક.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વનિન્દુ હસરાંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.
આ પણ વાંચોઃ