ધોનીની ટીમ મુંબઇ છોડીને કેમ સુરતના મેદાનમાં કરી રહી છે IPLની પ્રેક્ટિસ, કૉચ ફ્લેમિંગે કર્યો ખુલાસો, જાણો
સીએસકેના કૉચ ફ્લેમિંગે પ્રેક્ટિસ સેશન માટે સુરતને સ્થળ તરીકે પસંદ કરવા પાછળનું કારણ સમજાવ્યું છે, મુંબઈમાં હાલમાં દરેક ટીમ માટે પુરતા સમય માટે સંપૂર્ણપણે મેદાન મેળવવું મુશ્કેલ છે,
![ધોનીની ટીમ મુંબઇ છોડીને કેમ સુરતના મેદાનમાં કરી રહી છે IPLની પ્રેક્ટિસ, કૉચ ફ્લેમિંગે કર્યો ખુલાસો, જાણો Why Dhoni CSK team players in cricket practice and training in in surat gujarat, stephen fleming explained its ધોનીની ટીમ મુંબઇ છોડીને કેમ સુરતના મેદાનમાં કરી રહી છે IPLની પ્રેક્ટિસ, કૉચ ફ્લેમિંગે કર્યો ખુલાસો, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/23/3100c2e18c626243821119a350d5c64c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2022 - આઇપીએલની શરૂઆતમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે સૌથી મોટી સવાલ સામે આવ્યો છે તે છે પ્રેક્ટિસનો. છેલ્લા કેટલાક સમયથી સમાચારો આવી રહ્યાં છે કે ગઇ સિઝનની ચેમ્પીયન ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ગુજરાતમાં સુરતના મેદાનમાં પ્રેક્ટિસ કરી રહી છે. ખરેખરમાં આ વખતે આઇપીએલની તમામ મેચો મુંબઇના ગ્રાઉન્ડમાં રમાવવાની છે ત્યારે ધોનીની ટીમનુ ગુજરાતમાં પ્રેક્ટિસ કરવુ ચોંકાવાનારુ છે, હવે આ વાતને લઇને ખુદ સીએસકે કૉચ ફ્લેમિંગ ખાસ કારણ આપતા ખુલાસો કર્યો છે.
સીએસકેના કૉચ ફ્લેમિંગે ધોનીની ટીમ દ્વારા પ્રેક્ટિસ સેશન માટે સુરતને સ્થળ તરીકે પસંદ કરવા પાછળનું કારણ સમજાવ્યું છે, મુંબઈમાં હાલમાં દરેક ટીમ માટે પુરતા સમય માટે સંપૂર્ણપણે મેદાન મેળવવું મુશ્કેલ છે, કારણ કે બધી ટીમો ત્યાં પ્રેક્ટિસ કરે છે, આ વખતે 8ની બદલે 10 ટીમો રમી રહી છે, જેથી આ મુશ્કેલી ઉભી થઇ છે, અને તેથી સુરત તેની ભરપાઈ કરી શકે છે.
ફ્લેમિંગે સુરતમાં પ્રેક્ટિસ કરવાનું પોતાનું કારણ સમજાવતાં કહ્યું, “આ સારું છે. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી તાલીમ લઈ રહ્યા છે અને હું ફરીથી તેમની સાથે જોડાઈને ખુશ છું. શાનદાર વ્યવસ્થાઓ વચ્ચે પછા ફરતા જોઈને આનંદ થયો. દેખીતી રીતે, “મુંબઈમાં એક પડકાર છે કારણ કે બધી ટીમો ત્યાં પ્રેક્ટિસ કરી રહી છે.”
ફ્લેમિંગે વધુમાં કહ્યું, “તેથી અમે સુરત આવવાનું નક્કી કર્યું જેથી અમને લાલ માટી અને હવામાન (મુંબઈ)માં પ્રેક્ટિસ કરવાની તક મળી શકે. તે બહુ દૂર નથી અને મુંબઈ જેવું જ છે. પરંતુ આ આખું મેદાન પોતાના માટે રિઝર્વ રાખવું, ઓપનિંગથી લઈને લાંબા નેટ સત્ર સુધી પ્રેક્ટિસ કરવી ખૂબ જ ફાયદાકારક છે.”
આ પણ વાંચો........
Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ
DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે
અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે
Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)