IPL: 5 બૉલમાં 5 છગ્ગા પડ્યા બાદ આ બૉલર થઇ ગયો બિમાર, 7 થી 8 કિલો વજન પણ ઉતરી ગયુ, કેપ્ટનો કર્યો ખુલાસો
સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં હાર્દિકે બતાવ્યુ કે, યશ દયાલની વાપસી અંગે કંઈ કહી શકતો નથી. તે હાલ બિમાર છે, તેનું વજન સાતથી આઠ કિલો ઉતરી ગયુ છે
Yash Dayal Fitness: આઇપીએલ 2023માં દરેક મેચોમાં કંઇક ને કંઇક નવું જોવા મળી રહ્યું છે. ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બૉલર યશ દયાલને 9મી એપ્રિલે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ગુજરાતની મેચમાં 5 બૉલમાં સળંગ 5 છગ્ગા પડ્યા હતા. કેકેઆરને જીત માટે છેલ્લા 5 બૉલમાં 28 રનની જરૂર હતી અને ક્રિઝ પર રિન્કુ સિંહ રમી રહ્યો હતો. રિન્કુએ યશ દયાલના 5 બૉલમાં સળંગ 5 છગ્ગા ફટકારી દીધા હતા અને ટીમને જીત અપાવી દીધી હતી. આ મેચ બાદથી યશ દયાલ ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઇ ગયો છે. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાને આનું કારણ પુછવામાં આવ્યુ તો તેને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં હાર્દિકે બતાવ્યુ કે, યશ દયાલની વાપસી અંગે કંઈ કહી શકતો નથી. તે હાલ બિમાર છે, તેનું વજન સાતથી આઠ કિલો ઉતરી ગયુ છે. તે વાયરલ ફીવરની ઝપેટમાં છે, તેની સ્થિતિ એવી નથી કે તે મેદાનમાં ઉતરી શકે. મને લાગે છે કે તેની વાપસીમાં હજુ ઘણો સમય લાગી શકે છે.
હાર્દિકના નિવેદન પહેલા એવું માનવામાં આવી રહ્યું હતુ કે, પ્રેશર વાળી સિચ્યૂએશનને હેન્ડલ કરવામાં અસમર્થતા રહેવાના કારણે યશને ગુજરાતના પ્લેઇંગ-11માંથી બહાર રાખવામાં આવી રહ્યો છે. આ સિઝનમાં તેનું પ્રદર્શન પણ સારું રહ્યું ન હતું. તે IPL 2023ની ત્રણેય મેચોમાં જોવા મળ્યો હતો પરંતુ તે એક પણ વિકેટ મેળવી શક્યો ન હતો. તે પછી KKR સામેની મેચની છેલ્લી ઓવરમાં તેની જબરદસ્ત ધુલાઇ થઇ હતી. કદાચ આ તેની કેરિયરની સૌથી ખરાબ ક્ષણ હશે.
ગઇ સિઝનમાં ચમક્યો હતો યશ દયાલ -
25 વર્ષીય આ યુવા બૉલર ગઇ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે મુખ્ય બૉલર સાબિત થયો હતો. IPL 2022માં યશ દયાલે 9 મેચમાં 11 વિકેટ લીધી હતી. જોકે ગઇ સિઝનમાં પણ તેનો ઈકોનોમી રેટ ઊંચો હતો. તેને ઓવર દીઠ 9 થી વધુ રન આપ્યા હતા.
📹 Touching Down the Pink City with 😃😀#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/4hJ0pH6TuS
— Chennai Super Kings (@ChennaiIPL) April 26, 2023
🏏 તૈયાર છો? 🤑
— JioCinema (@JioCinema) April 25, 2023
Flip your phone to portrait 📲 and get winning #JeetoDhanDhanaDhan!
Answer the question before every over!#IPLonJioCinema #GTvMI pic.twitter.com/hAhtqzMMCP
May you turn a year older with lots of W in the bag! Super Birthday Akash 🫶#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/2HZZBLgUBE
— Chennai Super Kings (@ChennaiIPL) April 26, 2023
Khamma Ghani, Jaipur 👋
— Chennai Super Kings (@ChennaiIPL) April 26, 2023
Ps: Tourist looks on point for our Kings!#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Pm9yiMp0QU
Magic done right scoring 3️⃣7️⃣ in 1 over by our Jaddugar!🔥🪄#WhistlePodu #Yellove 🦁💛 @imjadeja pic.twitter.com/8NYqXN6CRB
— Chennai Super Kings (@ChennaiIPL) April 25, 2023