શોધખોળ કરો
Advertisement
World Cup: આ ખેલાડી આઉટ થતા જ કોચ શાસ્ત્રી પર ભડક્યો વિરાટ કોહલી, વાયરલ થયો Video
ઝીલેન્ડના બોલરોએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે.એલ. રાહુલને માત્ર એક જ રનમાં આઉટ કરી દીધા હતા.
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ સેમી ફાઈનલમાં ભારત હારીને વર્લ્ડકપમાં બહાર ફેંકાઈ ગયું છે અને ન્યૂઝીલેન્ડે ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. બુધવારનો દિવસ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખરાબ રહ્યો હતો. ભારતની શરૂઆતમાં જ ટપોટપ વિકેટ પડતા ટીમ દબાણમાં આવી ગઈ હતી.
ન્યૂઝીલેન્ડના બોલરોએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે.એલ. રાહુલને માત્ર એક જ રનમાં આઉટ કરી દીધા હતા. જ્યારે ઋષભ પંતની વિકેટ પડી તો તે દોડતો દોડતો રવિ શાસ્ત્રી તરફ આવ્યો અને તેમની સાથે ગુસ્સાથી ચર્ચા કરવા લાગ્યો. કેમેરામાં ભારતીય કેપ્ટન અને કોચ વચ્ચે થયેલી ખટપટ કેદ થઈ ગઈ. ગુસ્સામાં જોવા મળી રહેલો કોહલી શાસ્ત્રી સાથે ટૂંકી વાતચીત કર્યા બાદ ફરી ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો હતો. યુવા વિકેટકીપર અને બેટ્સમેન પંતને ચોથા નંબર પર બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો જો કે હાર્દિક પંડ્યા સાથે 47 રનોની ભાગીદારી કર્યા બાદ પંત આઉટ થઈ ગયો હતો.CREDIT STAR SPORTS pic.twitter.com/HARcK6tiXh
— VINEET SINGH (@amit9761592734) July 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement