શોધખોળ કરો
INDvAUS: લાયનની વિકેટ લેવાની સાથે જ ઈશાંત શર્મા સામેલ થયો ખાસ લિસ્ટમાં, જાણો વિગત
1/4

ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધારે વિકેટ લેવામાં અનિલ કુંબલે ટોચ પર છે. કુંબલેએ 132 ટેસ્ટમાં 619 વિકેટ ઝડપી છે. બીજા નંબરે રહેલા દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે 131 ટેસ્ટમાં 434, ત્રીજા નંબરે રહેલા ઓફ સ્પિનર હરભજન સિંહે 103 ટેસ્ટમાં 417 વિકેટ, ચોથા નંબરે રહેલા રવિચંદ્રન અશ્વિને 65 ટેસ્ટમાં 342, પાંચમા નંબરે રહેલા ઝહીર ખાને 92 ટેસ્ટમાં 311 વિકેટ ખેરવી છે.
2/4

ઈશાંત શર્મા ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનારો છઠ્ઠો બોલર બની ગયો છે. ઈશાંતની ટેસ્ટ ક્રિકેટમાં 267 વિકેટ થઈ ગઈ છે. આ સાથે જ તેણે દિગ્ગજ સ્પીનર બિશન સિંહ બેદીને પાછળ રાખી દીધા છે. બેદીએ 67 ટેસ્ટમાં 266 વિકેટ લીધી હતી.
Published at : 30 Dec 2018 04:43 PM (IST)
View More





















