શોધખોળ કરો
જાડેજાનો મેજીકલ સ્પેલ, 14 ઓવરમાં આપ્યા માત્ર 8 રન

કાનપુર: ટીમ ઈંડિયા વિરૂદ્ધ કાનપુર ટેસ્ટમાં 434 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 4 વિકેટે 80 રન બનાવી લીધા છે. હાલ ન્યુઝીંલેડના લ્યૂક રોન્ચી અને સાન્તેનર રમતમાં છે. રોસ ટેલર 17 રને રન આઉટ થયો હતો. ટીમ ઈંડિયા તરફથી અશ્વિને તરખાટ મચાવતા 3 વિકેટ લીધી હતી. પરંતુ ન્યુઝીલેંડ સામેની બીજી અને 500મી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બીજી ઈનિંગમાં 14 ઓવર ફેંકી માત્ર 8 રન આપ્યા હતા. રવિંદ્ર જાહેજાએ પોતાની 14 ઓવરમાં 10 ઓવર તો મેડન નાંખી હતી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમને ત્રણ ફટકો આપીને અશ્વિને ન્યુઝીંલેંડની ટૉપ ઑર્ડર કમર તોડી નાંખી હતી. તેને કેપ્ટન કેન વિલિયમ્સન (25), માર્ટિન ગુપ્ટિલ (0) અને ટૉમ લાથમ (2) રને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે રૉસ ટેલર (17) રને આઉટ થયો હતો.
વધુ વાંચો





















