શોધખોળ કરો
Advertisement
Cricket World Record: જેમ્સ એન્ડરસને રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં 600 વિકેટ લેનારો બન્યો પ્રથમ ફાસ્ટ બોલર
Test Cricket World Record: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સાઉથેમ્પટનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે એન્ડરસને આ સિદ્ધી મેળવી હતી.
સાઉથેમ્પટનઃ ઈંગ્લેન્ડના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનના કેપ્ટન અઝહર અલીને 31 રનના સ્કોર પર આઉટ કરવાની સાથે જ 38 વર્ષીય એન્ડરસન 600 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો હતા. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સાઉથેમ્પટનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે એન્ડરસને આ સિદ્ધી મેળવી હતી.
ટેસ્ટ ચોથા દિવસે એન્ડરસને વિકેટની સંખ્યા 599 પર પહોંચાડી દીધી હતી અને આજે અઝહર અલીને આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર અને કુલ ચોથો બોલર બન્યો હતો. આ પહેલા મુથૈયા મુરલીધરન, શેન વોર્ન અને અનિલ કુંબલે આ સિદ્ધી મેળવી ચુક્યા છે. પરંતુ આ ત્રણેય સ્પિનર છે.
છેલ્લા થોડા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા અનુભવી ફાસ્ટ બોલરે વેસ્ટ ઈન્ડિઝ અને બાદમાં પાકિસ્તાન સામેની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ 8 વિકેટના નુકસાન પર 583 રન બનાવી ડિકલેર કરી હતી. વિશાળ સ્કોરનો પીછો કરતી વખતે પાકિસ્તાનની ટીમ 273 રનમાં ઓલઆઉટ થઈ હતી. એન્ડસરને શાન મસૂદ 4 રન, આબિદ અલી 1 રન, બાબર આઝમ 11 રન, શફીક 5 રન અને નસીમ શાહ 0 રને આઉટ કરીને ઈનિંગમાં 5 વિકેટ લઈ ફોલોઓન કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
Parliament Session Dates: સંસદના ચોમાસુ સત્રની તારીખ થઈ જાહેર, જાણો કઈ તારીખથી યોજાશે
RBI Annual Report: 2000 રૂપિયાની નોટને લઈ RBIના 2019-20ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement