બીજા ફેરફાર તરીકે ટીમ ઇન્ડિયા ત્રીજી ટેસ્ટમાં વિકેટકિપર બેટ્સમેન કાર્તિકનું પત્તુ કપાઇ શકે છે, કાર્તિકની જગ્યાએ યુવા વિકેટકિપર ખેલાડી રિષભ પંતને મોકો મળી શકે છે. રિદ્ધિમાન સાહાને ઇજા થવાના કારણે કાર્તિકને ટીમમાં મોકો મળ્યો હતો પણ આ સીરીઝમાં કાર્તિકનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
2/4
ત્રીજી ટેસ્ટ માટે પહેલી ફેરફાર તરીકે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને રમાડવાની પુરેપુરી શક્યતા છે. બુમરાહ વાપસી કરી શકે છે. બુમરહા અંગુઠાની ઇજાના કારણે ટેસ્ટ મેચોમાંથી બહાર થઇ ગયો હતો, જોકે હવે તે એકદમ ફીટ થઇ ગયો છે. ત્રીજી ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ બુમરાહને પ્લેઇિંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.
3/4
જો સીરીઝને બચાવવી હશે અને લાજ સાચવવી હશે તો કોહલી એન્ડ કંપનીને નોટિંઘમ ટેસ્ટમાં યોગ્ય કૉમ્બિનેશન સાથે ઉતરવું પડશે. હાલની પરિસ્થિતિને જોતા ટીમ ઇન્ડિયા નોટિંઘમમાં બે મોટા ફેરફારો કરી શકે છે.
4/4
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત 2-0થી પાછળ છે. સતત બે ટેસ્ટ હાર્યા બાદ ભારત પર દબાણ વધી રહ્યું છે, એડબેઝસ્ટૉન અને લોર્ડ્સમાં મળેલી હાર બાદ કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો કરી શકે છે. કેટલાક ખેલાડીઓનું પત્તુ કપાઇ શકે છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ 18મી ઓગસ્ટે નોટિંઘમમાં રમાવવાની છે.