શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવનાર જયદેવ ઉનડકટે કરી સગાઈ, પુજારાએ આપી શુભેચ્છા
રવિવારે પોતાના ફેન્સને ચોંકવાતા તેણે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની તસવીર પોસ્ટ કરી હતી.
નવી દિલ્હી: સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ જે પહેલા તો પોતાની ટીમને રણજી ટ્રોફીની ફાઈનલ સુધી લઈ ગયો અને પછી પોતાની ટીમને ચેમ્પિયન બનાવી છે. હવે આ ખેલાડીએ સગાઈ કરી લીધી છે. રવિવારે પોતાના ફેન્સને ચોંકવાતા તેણે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની તસવીર પોસ્ટ કરી હતી.
જયદેવ ઉનડકટે પોતાની મંગેતર રિની સાથે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરી છે.
જયદેવ ઉનડતટની સગાઈ પર તેના સૌરાષ્ટ્રના ટીમમેટ ચેતેશ્વર પુજારાએ પણ તેણે શુભેચ્છાઓ આપી છે. પુજારાએ ઉનડકટ અને તેની મંગેતર રિની સાથે તસવીર પોસ્ટ કરી છે. ઉનડકટે રણજી ટ્રોફી સીઝન ખૂબ જ સારી રહી છે. તેણે 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. રણજીમાં એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે સેમીફાઈનલ સુધીમાં 65 વિકેટ ઝડપી હતી. આ પહેલા આ રેકોર્ડ કર્ણાટકના ડોડા ગણેશના નામે હતો જે 1998-99માં બન્યો હતો.
સૌરાષ્ટ્રે આ વર્ષે રણજી ટ્રોફીની ફાઈનલમાં બંગાળને હરાવીને પોતાની પ્રથમ ચેમ્પિયન જીત મેળવી હતી. આ દરમિયાન ઉનડકટે 67 વિકેટ ઝડપી હતી. હવે તે બીજો એવો ખેલાડી બની ગયો છે કે જેણે રણજી ટ્રોફી એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપી હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement