કબડ્ડીનો રોમાંચ, આ 6 ટીમો પહોંચી Pro Kabaddi લીગના પ્લેઓફ્સમાં, જાણો વિગતે
પ્રૉ કબડ્ડી લીગ સિઝન 8ની વિજેતા ટીમ ચાહકોને આગામી 25 ફેબ્રુઆરીએ મળી જશે. આ પહેલા જાણો કઇ કઇ છ ટીમો છે જે પ્રૉ કબડ્ડી લીગની પ્લેઓફમાં પહોંચી ચૂકી છે...
Pro Kabaddi League 2021-22 Playoffs Schedule: પ્રૉ કબડ્ડી લીગ 2021ની વિજેતા ટીમનો ફેંસલો બહુ જલદી થવાનો છે. તમામ ટીમો એકબીજાને હરાવીને પોતાનો સફર કરી રહી છે. પ્રૉ કબડ્ડી લીગનો બીજો હાફ પુરો થઇ ગયો છે અને અત્યાર સુધી 12 ટીમોમાંથી 6 ટીમે પ્લેઓફમાં પહોંચવામાં સફળ થઇ શકી છે. પ્રૉ કબડ્ડી લીગ સિઝન 8ની વિજેતા ટીમ ચાહકોને આગામી 25 ફેબ્રુઆરીએ મળી જશે. આ પહેલા જાણો કઇ કઇ છ ટીમો છે જે પ્રૉ કબડ્ડી લીગની પ્લેઓફમાં પહોંચી ચૂકી છે...
પ્લેઓફમાં પહોંચી આ 6 ટીમો-
પ્લેઓફ્સ (Playoffs)ની તમામ ટીમો ફેંસલો થઇ ચૂક્યો છે. લીગ તબક્કામાં છેલ્લી મેચમાં પટના પાયરેટ્સે (Patna Pirates) હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)ને હરાવીને તેની પ્લેઓફ્સમાં પહોંચવાની આશા તોડી નાંખી છે. તો ગુજરાત જાયન્ટ્સે (Gujarat Giants) યૂ મુમ્બા (U Mumba) ને હરાવીને પૉઇન્ટ ટેબલમાં ચોથુ નંબર હાંસલ કરી લીધુ છે. જયપુર અને હરિયાણાની હારના કારણે બેંગ્લુરુ બુલ્સે (Bengaluru Bulls) પણ પ્લેઓફ્સ માટે ક્વૉલિફાય કરી લીધુ છે. તો વળી પુણેરી પલટન (Puneri Paltan) જયપુરને હરાવીને પ્લેઓફ્સમાં પહોંચનારી છેલ્લી ટીમ બની ગઇ છે.
પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી સીધી સેમિ ફાઇનલ રમશે-
પ્રૉ કબડ્ડી લીગ સિઝન 8માં લીગ મેચોમાં જબરદસ્ત પરફોર્મન્સ કરનારી બે ટીમો દિલ્હી અને પટના હવે ટૉપ પર છે, બન્ને ટીમોને સારા પ્રદર્શનનો લાભ એ થયો છે કે તે બન્ને ટીમોને હવે સીધી સેમિ ફાઇનલ રમવા મળશે.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત