શોધખોળ કરો
મા-બાપ તેમનું બાળક ટીમ ઈન્ડિયા તરફથી નહીં પણ IPLમાં રમે તેમ ઈચ્છે છેઃ કપિલ દેવ
આઈપીએલ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાનો સરળ રસ્તો સાબિત થયો છે અને ટીમ ઈન્ડિયાને આઈપીએલની મદદથી ઘણા નવા ખેલાડી છેલ્લા થોડા વર્ષોમાં મળ્યા છે.
![મા-બાપ તેમનું બાળક ટીમ ઈન્ડિયા તરફથી નહીં પણ IPLમાં રમે તેમ ઈચ્છે છેઃ કપિલ દેવ Kapil Dev said many parents wants their child to play in IPL insted of team india મા-બાપ તેમનું બાળક ટીમ ઈન્ડિયા તરફથી નહીં પણ IPLમાં રમે તેમ ઈચ્છે છેઃ કપિલ દેવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/18220027/kapil-dev.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ક્રિકેટ લીગની વિશ્વમાં સૌથી મોટું નામ ગણાતી આઈપીએલે અનેક નવા ખેલાડીઓને રાતોરાત સ્ટાર બનાવ્યા છે. આ ઉપરાંત આઈપીએલમાંથી મળતી તગડી પકમ પણ વિશ્વભરના ખેલાડીઓને તેમની તરફ ખેંચે છે. જોકે, પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે આ કારણે વર્તમાન સમયમાં પરિવારજનો પોતાના બાળકોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બદલે આઈપીએલમાં રમતા જોવા માંગે છે.
ભારતનો 1983નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવે સ્પોર્ટ્સકીડા વેબસાઇટ સાથે વાત કરતા જણાવ્યું, આજના વાલીઓ તેમના બાળકો આઈપીએલમાં રમે તેમ ઈચ્છે છે. ટીમ ઈન્ડિયા માટે ન રમે તો પણ કંઈ ફરક પડતો નથી. બાળકોના પરિવારજનોની સોચ બદલવાથી જ આમાં બદલાવ આવી શકે છે.
કપિલ દેવે કહ્યું, અનેક લોકો મારી પાસે આવે છે અને કહે છે કે તેમનું સંતાન ભારત મારે રમે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ શું તે આઈપીએલ રમી શકે છે? આ સાંભળી હું ઘણીવાર ભડકી જાઉ છું.
અનેક નિષ્ણાતો અને પૂર્વ ક્રિકેટર ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે કે આજના સમયમાં આવી રહેલા યુવા ક્રિકેટર ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બદલે આઈપીએલને પ્રાધાન્ય આપે છે. તેનાથી સારી કમાણીની સાથે ઓછા સમયમાં ઓળખ પણ મળે છે. આઈપીએલ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાનો સરળ રસ્તો સાબિત થયો છે અને ટીમ ઈન્ડિયાને આઈપીએલની મદદથી ઘણા નવા ખેલાડી છેલ્લા થોડા વર્ષોમાં મળ્યા છે.
કોરોના વાયરસનું વધુ એક લક્ષણ આવ્યું સામે, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)