શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ ખેલાડીએ કર્યો ધોનીનો બચાવ, કહ્યું ધોની નહીં પણ આ છે સૌથી મોટી સમસ્યા
કપિલ દવે કહ્યું કે એક કેપ્ટન તરીકે આક્રમક વિરાટ કોહલીની સાથે ધોનીનું શાંત રહેવું આદર્શ છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનું હાલના વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. જોકે એક વિષય પર ખૂબ ટીકા થઈ રહી છે અને તે છે ધોનીનું બેટિંગ ફોર્મ. સચિને પણ ધોનીના ઇરાદા પર સવાલ ઉભા કર્યા હાત. જોકે 1983માં ભારતને વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવે ધોનીનું સમર્થન કર્યું છે અને તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
ટાઇમ્સ ઓઇ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ધોનીનો બચાવ કરતાં કપિલ દેવે કહ્યું કે, જ્યાં સુધી ટીમની વાત છે તો એમએસ ધોની સૌથી સારું પર્ફોમ કરી રહ્યો છે. કદાચ તે લોકોની આશાઓને સાચી પુરવાર કરી રહ્યા છે. કપિલે કહ્યું કે સૌથી મોટી સમસ્યા છે કે આપણે આપણા હીરો પાસેથી વધુ અપેક્ષાઓ રાખીએ છીએ. તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીત નિભાવે છે.
કપિલ દવે કહ્યું કે એક કેપ્ટન તરીકે આક્રમક વિરાટ કોહલીની સાથે ધોનીનું શાંત રહેવું આદર્શ છે. ધોનીની વિકેટકીપિંગની કોઈ સાથે તુલના ન કરી શકાય. 60 વર્ષીય કપિલે અનુભવ્યું છે કે ધોની 20 કે 23ની ઉંમરે જેટલું સારું પફોર્મ કરતો હતો તે અત્યારે ન કરી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement