શોધખોળ કરો
Advertisement
બોલ્ટનો રેકોર્ડ તોડનાર આ વ્યક્તિનો ટ્રાયલ લેશે મોદી સરકાર, 13.62 સેકન્ડમાં પુરી કરી હતી 142.50 મીટર દોડ
આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરતા લખ્યું હતું કે એક વખત આ ખેલાડીના શરીરને જોવો તે એથ્લેટિક્સમાં ઘણું બધુ કરી શકે છે.
નવી દિલ્હીઃ કર્ણાટકમાં હાલમાં જ બફેલો રેસ (ભેંસ દોડ)માં રેકોર્ડ બનાવનાર શ્રીનિવાસ ગૌડાનું સોમવારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયના કોચ ટ્રાઈલ લશે. ગૌડાએ પારંપરિક રમત ‘કમ્બાલા રેસ’માં 13.62 સેકન્ડમાં 142.50 મીટરનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન તેની સ્પીડ 100 મીટરમાં વિશ્વના સૌથી ફાસ્ટ દોડવીર જમૈકાના ઉસૈન બોલ્ટથી 0.03 સકેન્ડ વધારે હતી. બોલ્ટના નામે ઓલિમ્પિક રેસમાં 9.58 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ છે. ગૌડાની આ ઉપલબ્ધિ સોશિયલ મીડિયા યૂઝર્સ તેને સારી ટ્રેનિંગ આપવા અને ઓલિમ્પિકમાં મોકલવાની માગ સરકારને કરી રહ્યા છે.
કેન્દ્રીય રમત મંત્રી કિરણ રિજિજૂએ શનિવારે કહ્યું, ‘મેં અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ શ્રીનિવાસને ફોન કર્યો હતો. તેની રેલવે ટિકિટ થઈ ગઈ છે. સોમવારે સાઈના સેન્ટરમાં અમારી સીનિયર કોચ ગૌડાનું ટ્રાયલ લેશે. મોટાભાગના લોકોમાં ઓલિમ્પિક ખાસ કીરને એથલેટિક્સ વિશે ઓછી જાણકારી હોય છે. તેનાથી વ્યક્તિની તાકાત અને ધીરજ બન્નેની પરખ થાય છે. હું સુનિશ્ચિત કરીશ કે ભારતમાં કોઈપણ પ્રતિભાવ તપાસ વગર ન રહે.’
આ પહેલા આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરતા લખ્યું હતું કે એક વખત આ ખેલાડીના શરીરને જોવો તે એથ્લેટિક્સમાં ઘણું બધુ કરી શકે છે. હવે આ તો ખેલ મંત્રી કિરણ રિજિજૂ તેને ટ્રેનિંગ આપે કે આપણે કંબાલા જોકીને ઓલિમ્પિકમાં સામેલ કરીએ. જે પણ હોય આપણે શ્રીનિવાસ માટે ગોલ્ડ મેડલ ઇચ્છીએ છીએ. શ્રીનિવાસ પારંપરિક ભેસોની રેસ 13.62 સેકન્ડમાં 142.50 મીટરની રેસ પુરી કરી હતી. તેના આ સમયના હિસાબે તેને તટીય ક્ષેત્રોના પારંપરિક રમતના ઇતિહાસમાં સૌથી ઝડપી દોડવીર માનવામાં આવ્યો છે. શ્રીનિવાસે આ રેસ પુરી કરી ત્યારે લોકોએ ગણતરી કરી કે 100 મીટરમાં તેની સ્પીડ શું હશે અને લોકોની ગણતરી પ્રમાણે 100 સેકન્ડની રેસ 9.55 સેકન્ડમાં પુરી કરી હતી. આ સમય બોલ્ટના 9.58ના વર્લ્ડ રેકોર્ડથી 0.03 સેકન્ડ ઓછો છે.I'll call Karnataka's Srinivasa Gowda for trials by top SAI Coaches. There's lack of knowledge in masses about the standards of Olympics especially in athletics where ultimate human strength & endurance are surpassed. I'll ensure that no talents in India is left out untested. https://t.co/ohCLQ1YNK0
— Kiren Rijiju (@KirenRijiju) February 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement