કોલકત્તાઃ યુવા બેટ્સમેન શુભમન ગિલ (અણનમ 57) અને કેપ્ટન દિનેશ કાર્તિક (અણનમ 45) ની સમજીને રમેલી ઇનિંગે ગુરુવારે ચેન્નાઇ સુપર કિંગ્સને ભારે પડી ગઇ. આ બન્ને દમ પર કોલકત્તા નાઇટ રાઇડર્સે આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટ શાનદાર જીત મેળવી છે, આ સાથે જ ચેન્નાઇની વિજય રથને પણ રોકી દીધો છે.
3/8
ચેન્નાઇના 10 ઓવરમાં 90 રન કરી લીધા છે. 10મી ઓવરમાં વોટશન પણ 25 બોલમાં 36 રન કરીને વોટશન નરેનના બોલે કેચ આઉટ થયો હતો. વોટશનના આઉટ થયા બાદ સુરેશ રૈના પણ 31 રન કરીને આઉટ થયો હતો. જ્યારે નરેનના બોલ પર અંબાતી રાયડૂ પણ 17 બોલમાં 21 રન કરીને આઉટ થયો હતો. છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજા આઉટ થયો હતો.
4/8
ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 177 રન કરીને 5 વિકેટ ગુમાવી KKRને 178 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈડન ગાર્ડનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ કોલકાતા સામે પહેલા બેટિંગ કરતા છ ઓવરમાં જ 1 વિકેટ પડી ગઇ હતી, ઓપનિંગ ફાફ ડુપ્લીસી 15 બોલમાં 27 રન કરીને ચાવલાના બોલ પર આઉટ થયો હતો.
5/8
હરભજનના બોલ પર રીંકુને પણ પવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. જ્યારે શુભમન ગીલ અને દિનેશ કાર્તિક સાથે મળીને કોલકતાને 6 વિકેટે વિજય અપાવ્યો હતો. શુભમન ગીલે આક્રમક બેટીંગ કરતા તેના IPL કરીયરની પ્રથમ ફિફ્ટી મારી હતી.
6/8
KKRને પ્રથમ ઓવરમાં જ ક્રિસ લેનના રૂપે ઝટકો લાગ્યો હતો, લેન 6 બોલમાં 12રન કરીને આઉટ થયો હતો. જ્યારે ચોથી ઓવરમાં રોબીન ઉથ્થપા પણ માત્ર 6 રન કરીને આઉટ થયો હતો. ઝડપી રમી રહેલા સુનીલ નરેન 32(20) રન કરીને જાડેજાના બોલ પર આઉટ કેચ આઉટ થયો હતો.
7/8
શુભમને પોતાની અર્ધશતકીય ઇનિંગમાં 36 બૉલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગાના સહારે 57 રન બનાવ્યા હતા. તો વળી કેપ્ટન કાર્તિંકે 18 બૉલ પર સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રનની ઇનિંગ રમી હતી. બન્નેએ મુશ્કેલ સમયમાં પાંચમી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરીને ચેન્નાઇને હારનુ મો બતાવ્યું હતું.
8/8
ઇડન ગાર્ડન્સમાં સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઇએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા, યજમાન ટીમ કોલકત્તાએ આ લક્ષ્યને 17.4 ઓવરોમાં ચાર વિકેટે આસાનીથી હાંસલ કરી દીધું હતું.