શોધખોળ કરો
Advertisement
કેએલ રાહુલે ભારતને જીત અપાવીને રચ્યો ઈતિહાસ, ધોની-પંતને છોડ્યા પાછળ
કેએલ રાહુલ વિકેટકીપર તરીકે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે જેમાં ધોની અને પંતને પાછળ છોડી દીધા છે.
ન્યૂઝિલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ભારતનો સાત વિકેટે વિજય થયો હતો. મેચ જીતવા માટે મળેલા 133 રનના ટાર્ગેટની સામે ટીમ ઇન્ડિયાએ 17.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 135 રન બનાવી મેચ જીતી લીધી હતી. લોકેશ રાહુલે અણનમ 57 રન ફટકાર્યા હતા. રાહુલે આ મેચમાં અડધી સદી ફટકારી હતી.
કેએલ રાહુલ 50 બોલમાં અણનમ 57 રન બનાવ્યા અને અય્યર સાથે 86 રનની પાર્ટનરશીપ કરી હતી. પોતાની અડધી સદીની ઈનિંગ સાથે કેએલ રાહુલ વિકેટકીપર તરીકે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે જેમાં ધોની અને પંતને પાછળ છોડી દીધા છે. કેએલ રાહુલે ટી20માં સતત બે મેચમાં અડધી સદી ફટકારનર ભારતનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે. કેએલ રાહુલે પ્રથમ ટી20માં ન્યૂઝિલેન્ડ સામે અડધી સદી મારી હતી. આ મેચમાં પણ રાહુલે અણનમ 56 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 11મી વખત ટી20માં અડધી સદી ફટકારી હતી. આ સાથે જ તે સતત ત્રણ ટી20માં અડધી સદી ફટકારનારો ભારતનો ત્રીજો ખેલાડી બની ગયો છે. કોહલીએ વર્ષ 2012,2014 અને 2016માં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા 2018માં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે કેએલ રાહુલ આ યાદીમાં સામેલ થયો છે.FIFTY! Back to back half-centuries for @klrahul11 here at the Eden Park. This is his 11th in T20Is 👏👏 Live - https://t.co/q1SS955DVL #NZvIND pic.twitter.com/ZocrgJyWTK
— BCCI (@BCCI) January 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement