શોધખોળ કરો
Advertisement
લોકેશ રાહુલે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા, ધોનીને છોડ્યો પાછળ
કેએલ રાહુલ ભારતીય ટીમ માટે સૌથી ઝડપી 1 હજાર રન પૂરા કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે.
રાજકોટ: ભારતીય ટીમના બેટ્સમેન કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે રાજકોટના મેદાનમાં બીજી વનડે મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં લોકેશ રાહુલે વનડે ઈનટરનેશનલ ક્રિકેટમાં પોતાના નામે એક માઈલસ્ટોન પૂર્ણ કર્યો છે. રાહુલે ભારતીય ટીમ માટે એક દિવસીય અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પૂરા કરી લીધા છે.
કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં 64મો રન બનાવ્યો ત્યારે તેના વન ડે ક્રિકેટમાં 1000 રન પૂરા થયા હતા. આ ઉપલબ્ધિ મેળવતા ટીમના સાથીઓએ તાળીઓ પાડી રાહુલને શુભેચ્છાઓ આપી હતી. કેએલ રાહુલ 25 બોલમાં 80 રન બનાવી આઉટ થયો હતો.
કેએલ રાહુલ ભારતીય ટીમ માટે સૌથી ઝડપી 1 હજાર રન પૂરા કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. રાહુલે 27 ઈનિંગમાં આ કમાલ કર્યો હતો. આ પહેલા કોહલી અને ધવન 24-24 ઈનિંગમાં અને નવજોત સિંહ સિદ્ધુએ 25 ઈનિંગમાં 1000 રન બનાવી ચૂક્યા છે. મહેંદ્ર સિંહ ધોની અને અંબાતી રાયડુએ 29-29 ઈનિંગમાં 1 હજાર રન પૂરા કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement