શોધખોળ કરો

ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ યુવરાજ સિંહ હવે શું કરશે ? જાણો શું છે તેનો ફ્યુચર પ્લાન

યુવરાજે કહ્યું કે, મારી જિંદગીમાં લાંબા સમય સુધી ક્રિકેટ સાથે સંકળાયેલા રહ્યા બાદ હવે મેં આગળ વધવાનો ફેંસલો કરી લીધો છે. હું હવે કેન્સરના દર્દીઓ માટે કામ કરીશ, લોકોની મદદ કરીશ.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે આજે નિવૃત્તિની જાહેર કરી હતી. 19 વર્ષની કરયિરનો અંત આવ્યો છે તેમ કહેતા જ યુવરાજ મીડિયા સામે ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન તેણે ફેન્સનો પણ આભાર માન્યો હતો. ઉપરાંત તેણે ભવિષ્યમાં શું કરશે તે અંગે વાત પણ કરી હતી. હવે શું કરશે યુવરાજ? યુવરાજે કહ્યું કે, મારી જિંદગીમાં લાંબા સમય સુધી ક્રિકેટ સાથે સંકળાયેલા રહ્યા બાદ હવે મેં આગળ વધવાનો ફેંસલો કરી લીધો છે. હું હવે કેન્સરના દર્દીઓ માટે કામ કરીશ, લોકોની મદદ કરીશ. સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજે કહ્યું કે, હું મારા ફાઉન્ડેશન You We Can અંતર્ગત દેશભરમાં કેન્સર પીડિતો માટે કેમ્પ લગાવીશ. બીમાર લોકોની મદદ કરીશ પછી ભલે તે ફંડને લઇ કેમ ન હોય. યુવી ખુદ કેન્સરનો કરી ચુક્યો છે સામનો યુવરાજે ખુદ કેન્સરનો સામનો કર્યા બાદ મેદાનમાં વાપસી કરી હતી. 2011 વર્લ્ડકપમાં તેનું કેન્સર સામે આવ્યું હતું. જે બાદ તેણે આશરે બે વર્ષ સુધી કેન્સરની લડાઈ લડી અને ટીમમાં વાપસી કરી. કેન્સર મુક્ત થયા બાદ યુવરાજે પોતાનું ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. જેના દ્વારા તે કેન્સર પીડિતોની મદદ કરે છે. આવી રહી યુવરાજની કરિયર યુવરાજે  304 વન ડે રમીને 8710 રન બનાવ્યા હતા. તેમણે 14 સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની 111 વિકેટ પણ નોંધાયેલી છે. કરિયરની અંતિમ વન ડે તે 30 જૂન, 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો.  T-20માં યુવરાજે 58 મેચ રમીને 1177 રન બનાવ્યા હતા. ટી 20માં તેમના નામે 8 અડધી સદી છે. ટી20માં તેમણે 28 વિકેટ લીધી હતી.  અંતિમ ટી20 1 ફેબ્રુઆરી,2017ના રોજ ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં યુવતાજનું  બેટ અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યું નહોતું. તેણે 40 ટેસ્ટ રમીને 1900 રન બનાવ્યા હતા. તેમણે 3 સદી ફટકારી છે. 207ના T20 વર્લ્ડકપમાં છ બોલમાં ફટકારી હતી 6 સિક્સર ઇન્ડિયાએ 2007માં ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજે છ મેચમાં 148 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. આ જ ટૂર્નામેન્ટમાં યુવરાજે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના છ બોલ બર છ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. 2011 વર્લ્ડકપના હીરો એવા આ ક્રિકેટરે આજે નિવૃત્તિની કરી જાહેરાત, કહ્યું- મેં ક્યારેય હાર નથી માની યુવરાજસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ, પત્રકાર પરીષદમાં શું કહ્યું? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget