શોધખોળ કરો
33 વર્ષ બાદ ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડ સામે કર્યુ આ કારનામું, જાણો વિગતે
મેચ જીતવા 274 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 153 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ રવિન્દ્ર જાડેજા (55 રન) અને નવદીપ સૈની (45 રન)ની જોડીએ આઠમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. જે ભારત તરફથી ન્યૂઝીલેન્ડ સામે આઠમી વિકેટની બીજી સર્વોચ્ચ ભાગીદારી હતી.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે બીજી વન ડેમાં 22 રનથી હાર થવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ છ વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ ગુમાવી છે. ત્રણ વન ડે મેચની સીરિઝ પૈકીની પ્રથમ બે મેચ જીતીને યજમાન ટીમે શ્રેણીમાં 2-0ની લીડ લઇ લીધી છે. ભારતે આબરૂ બચાવવા અને વ્હાઇટવોશથી બચવા સીરિઝની અંતિમ મેચ કોઈપણ હિસાબે જીતવી પડશે.
રોસ ટેલર ફરી બન્યો સંકટ મોચક
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 273 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગપ્ટિલે સર્વાધિક 79 રન બનાવ્યા હતા. રેસ ટેલર 74 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 141 રન હતો ત્યાંથી 41.3 ઓવરમાં 8 વિકેટ પર 197 રન થઈ ગયો હતો. જે બાદ ભારતના બેટ્સમેનો ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ઓલઆઉટ કરી શક્યા નહોતા. જે ભારતની હારનું કારણ બન્યો હતો.
33 વર્ષ બાદ ભારતીય બેટ્સમેનોનું પરાક્રમ
મેચ જીતવા 274 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 153 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ રવિન્દ્ર જાડેજા (55 રન) અને નવદીપ સૈની (45 રન)ની જોડીએ આઠમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. જે ભારત તરફથી ન્યૂઝીલેન્ડ સામે આઠમી વિકેટની બીજી સર્વોચ્ચ ભાગીદારી હતી. 33 વર્ષ બાદ ભારતના બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડ સામે આઠમી વિકેટ માટે આટલી મોટી ભાગીદારી કરી હતી.
1987માં કપિલ દેવ-કિરણ મોરેએ જોડ્યા હતા 82 રન
આ પહેલા 1987માં કપિલ દેવ અને કિરણ મોરેની જોડીએ બેંગ્લોરમાં 8મી વિકેટ માટે અણનમ 82 રનની પાર્ટનરશિપ કરી હતી. જ્યારે 1986માં રોઝર બિન્ની અને ચેતન શર્માની જોડીએ આઠમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી.
ABP Exit Poll: દિલ્હીમાં ભાજપની સીટો વધશે, કેજરીવાલની બનશે સરકાર, જાણો કેટલી બેઠક મળશે
Delhi Exit Poll: ફરી બનશે કેજરીવાલ સરકાર, જાણો કેટલી બેઠકો મળશે
INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ
રાજકોટ
Advertisement