જે બાદ 2016માં ધોનીએ નાગપુરમાં રમાયેલી ટી20માં ઇંગ્લેન્ડ સામે 30 રન ફટકાર્યા હતા, ભારત 47 રનથી મેચ હાર્યું હતું. 2017માં ધોનીએ કાનપુરમાં ઇંગ્લેન્ડ સામે 36 રન બનાવ્યા હતા અને ભારતનો ટોપ સ્કોરર હતો, છતાં મેચમાં ટીમની 7 વિકેટથી હાર થઈ હતી.
2/4
આવી ઘટના સૌપ્રથમ વખત 2012માં બની હતી. સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે ધોનીએ અણનમ 48 રન ફટકાર્યા હતા અને તે મેચમાં ટીમ ઈન્ડિયા 31 રનથી હાર્યું હતું. જે બાદ 2012માં જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મુંબઈમાં ધોની 38 રનની ઈનિંગ રમ્યો હતો અને ભારતનો 6 વિકેટથી પરાજય થયો હતો.
3/4
220 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા 139 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી મહેન્દ્ર સિંહ ધોનીએ સર્વાધિક 39 રન બનાવ્યા હતા. ધોની અત્યાર સુધીમાં પાંચમી વખત T20માં ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો અને ભારતની હાર થઈ હતી.
4/4
નવી દિલ્હીઃ વેલિંગ્ટનના વેલ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચોની T20 સીરિઝની પહેલી મેચમાં ભારતની 80 રને હાર થઇ હતી. રનોની સરખામણીએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હાર હતી અને આ સાથે જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે T20 સીરિઝમાં એક અણગમતો રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે.