શોધખોળ કરો
Advertisement
આ ખેલાડી બન્યો ટી20માં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર, જાણો વિગતે
આ પહેલા ટી20નો આ રેકોર્ડ, સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પાકિસ્તાની બૉલર શાહિદ આફ્રિદીના નામે હતો
નવી દિલ્હીઃ ટી20માં સૌથી વધુ વિકેટ લેવાની ઉપલબ્ધિ શ્રીલંકન ક્રિકેટ લસિથ મલિંગા મેળવી લીધી છે. મલિંગાએ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 99 વિકેટ લઇને રેકોર્ડને પોતાના નામે કરી લીધો છે.
ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ટી20 સીરીઝમાં દમદાર બૉલિંગ કરતા મલિંગાએ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. સીરીઝની પહેલી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે બૉલિંગ કરતા મલિંગાએ 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, આ સાથે જે તેની ટી20 ક્રિકેટમાં સૌથી વધુ 99 વિકેટ થઇ ગઇ હતી. આ મેચમાં શ્રીલંકાના ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો પણ કરવો પડ્યો હતો.
મલિંગાએ આ કારનામું પોતાની 74મી મેચમાં કર્યુ હતુ, તેને કૉલિન ડી ગ્રાન્ડહૉમને યોર્કર મારીને બૉલ્ડ કર્યો, આ સાથે જ રેકોર્ડને પોતાના નામે કરી લીધો હતો. આ પહેલા ટી20નો આ રેકોર્ડ, સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પાકિસ્તાની બૉલર શાહિદ આફ્રિદીના નામે હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion