(Source: ECI/ABP News/ABP Majha)
Lausanne Diamond League: નીરજ ચોપરાએ તોડ્યો ઓલિમ્પિકનો પોતાનો રેકોર્ડ, ડાયમંડ લીગમાં બીજા સ્થાન પર રહ્યો
તે પછી નીરજનો આ સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. પરંતુ હવે તેણે લુસાને ડાયમંડ લીગમાં 89.49 મીટર દૂર ભાલો ફેંકીને સીઝનનો નવો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો
Neeraj Chopra in Diamond League 2024: પેરિસ ઓલિમ્પિક 2024 બાદ ભારતના સ્ટાર જેવલિન થ્રોના ખેલાડી નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા મળ્યો હતો. તેણે લુસાને ડાયમંડ લીગ 2024માં સીઝનનો શ્રેષ્ઠ થ્રો ફેંક્યો હતો અને બીજા સ્થાને રહ્યો હતો. નીરજે આ મહિને 8 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.
Lausanne Diamond League 2024 | Neeraj Chopra finishes second with his best throw of the season, 89.49 meters. Grenada’s Anderson Peters finished first with a throw of 90.61 meters
— ANI (@ANI) August 22, 2024
તે પછી નીરજનો આ સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. પરંતુ હવે તેણે લુસાને ડાયમંડ લીગમાં 89.49 મીટર દૂર ભાલો ફેંકીને સીઝનનો નવો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો. નીરજ ચોપરાનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ થ્રો 89.94 મીટર છે.
નીરજે છેલ્લા એટલે કે છઠ્ઠા પ્રયાસમાં લુસાન ડાયમંડ લીગમાં પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો. આમાં તેણે 89.49 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
નીરજ ચોપરાના થ્રો આ રીતે રહ્યા
પ્રથમ પ્રયાસ: 82.10 મીટર
બીજો પ્રયાસ: 83.21 મીટર
ત્રીજો પ્રયાસ: 83.13 મીટર
ચોથો પ્રયાસ: 82.34 મીટર
પાંચમો પ્રયાસ: 85.58 મીટર
છઠ્ઠો પ્રયાસ: 89.49 મીટર
પોઈન્ટ ટેબલમાં નીરજનો દાવો મજબૂત
પેરિસ ઓલિમ્પિક દરમિયાન નીરજ ચોપરાએ કહ્યું હતું કે તે બેલ્જિયમના બ્રસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગની ફાઇનલમાં રમવા માંગે છે. આ માટે તેણે ડાયમંડ લીગની ચાર લેગની મેચોમાં સારું પ્રદર્શન કરવું પડશે અને પોઈન્ટ ટેબલમાં ટોપ-6માં સ્થાન બનાવવું પડશે.
હાલમાં ડાયમંડ લીગની 3 લેગ મેચો થઈ ચૂકી છે. અત્યાર સુધી નીરજ ચોપરાએ 2 લેગ મેચમાં 14 પોઈન્ટ મેળવ્યા છે. લુઝેન ડાયમંડ લીગ બાદ હવે ફાઈનલ માટે છેલ્લી લેગની મેચ 5મી સપ્ટેમ્બરે જ્યુરિખમાં યોજાવાની છે.
લેગ મેચો પછી પોઈન્ટ ટેબલમાં ટોપ-6માં હોય તેવા ખેલાડીઓને ડાયમંડ લીગની ફાઇનલમાં સ્થાન મળશે. અત્યાર સુધીમાં 3 લેગ મેચ થઈ છે. તેમાંથી નીરજે દોહા અને લુસાનમાંડાયમંડ લીગ મેચ રમી છે. નીરજ બંને લીગમાં બીજા સ્થાને રહ્યો અને તેણે 7-7 પોઈન્ટ બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ
પુત્ર નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળવા પર માતાએ કહ્યું, 'જેને ગોલ્ડ મળ્યો છે તે પણ...'