લક્ષ્મણની આત્મકથાના વિમોચન દરમિયાન ગાંગુલીએ કહ્યું કે, એક મહિના પહેલા મેં તેને મેસેજ કર્યો હતો પરંતુ તેણે જવાબ આપ્યો નહોતો. મેં તેને કહ્યુ હતું કે, તારી બુકનું ટાઇટલ 281 એન્ડ બિયોન્ડ બરાબર નથી. તેનું શીર્ષ 281 એન્ડ બિયોંડ એન્ડ ધેટ સેવ્ડ સૌરવ ગાંગુલી કરિયર એવું હોવું જોઈતું હતું. એટલે એવી ઈનિંગ જેણે ગાંગુલીની કરિયર બચાવી લીધી.
2/4
કોલકાતાઃ ભારતના દિગ્ગજ કેપ્ટનોની વાત કરવામાં આવે તો તેમાં સૌરવ ગાંગુલીનું નામ ચોક્કસ આવે. દાદાના હુલામણા નામે જાણીતા સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, વીવીએસ લક્ષ્મણે ઈડન ગાર્ડન મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 281 રનન ઈનિંગ રમીને મારા કરિયરને બચાવી લીધું હતું.
3/4
આ સીરિઝમાં ભારતને પ્રથમ મુકાબલામાં ભારતની હાર થઈ હતી તો બીજી મેચમાં ફોલોઓન થયું હતું. જે બાદ લક્ષ્મણના 281 અને દ્રવિડના 181 રનની મદદથી ભારતીય ટીમે 171 રનથી મેચ જીતી લીધી હતી. હાર સાથે જ ઓસ્ટ્રેલિયાની સતત 16મી જીતનો સિલસિલો પણ અટકી ગયો હતો.
4/4
દાદાએ કહ્યું કે, જો તે મેચમાં લક્ષ્મણે 281 રનની ઈનિંગ ન રમી હોત તો અમે હારી જાત અને હું ફરી કેપ્ટન ન બની શકત.