લખનઉઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે લખનઉના અટલ બિહારી વાજપેયી મેદાનમાં મેચ શરૂ થવાના થોડા સમય પહેલા જ કોમેન્ટ્રી બોક્સનો કાચ તૂટી ગયો હતો. જેના કારણે મોટો અવાજ થયો હતો. આ ઘટનામાં સુનીલ ગાવસ્કર અને સંજય માંજરેકરનો આબાદ બચાવ થયો હતો.
2/3
માંજરકરે કહ્યું કે, તેઓ સુરક્ષિત છે અને કોઈ પ્રકારની ઈજા નથી થઈ. માંજરેકરે કહ્યું કે કાચનો દરવાજો પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગયો. અમે સુરક્ષિત છીએ અને કોઈ પ્રકારની ઈજા નથી થઈ.
3/3
મીડિયા સેન્ટરની બાજુમાં કોમેન્ટ્રી બોક્સમાં સાંજે 6 વાગેને 55 મિનિટે જોરદાર ધડાકો થયો હતો. અવાજ સાંભળીને મીડિયાકર્મીએ ત્યાં પહોંચ્યા ત્યારે દરવાજાનો કાચ તૂટેલો પડ્યો હતો. ગાવસ્કર અને માંજરેકર તેનાથી થોડે દૂર ઉભા હતા.