(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીલંકન ટીમમાં આવ્યો નવો મલિંગા, યોર્કર બૉલ નાંખીને એક પછી એક આટલા બેટ્સમેનો મોકલી દીધા પેવેલિયન, વીડિયો વાયરલ
મથીશા પથિરાના હાલ શ્રીલંકન ટીમમાંથી રમી રહ્યો છે, શ્રીલંકન ટીમ હાલમાં અંડર 19 એશિયા કપ રમી રહી છે, મથીશા પથિરાનાનો આ વીડિયો અહીંથી સામે આવ્યો છે,
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં વધુ એક મલિંગાનો ઉદય થયો છે. આ નવો મલિંગા પણ શ્રીલંકન ટીમમાંથી જ સામે આવ્યો છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક શ્રીલંકન બૉલર હુબહુ શ્રીલકન દિગ્ગજ લસિથ મલિંગા જેવી સ્ટાઇલમાં બૉલિંગ કરી રહ્યો છે, ખરેખરમાં આ બૉલરનુ નામ મથીશા પથિરાના છે, અને હાલમાં તે શ્રીલંકન અંડર 19 ટીમમાં રમી રહ્યો છે.
મથીશા પથિરાના હાલ શ્રીલંકન ટીમમાંથી રમી રહ્યો છે, શ્રીલંકન ટીમ હાલમાં અંડર 19 એશિયા કપ રમી રહી છે, મથીશા પથિરાનાનો આ વીડિયો અહીંથી સામે આવ્યો છે, શ્રીલંકાએ તાજેતરમાં જ એશિયા કપમાં કુવૈતની ટીમને હરાવી છે, કુવૈત સામે તેને ધારદાર બૉલિંગ કરતાં 3 ઓવર ફેંકીને 7 રન આપ્યા, આને આ દરમિયાન 2 બેટ્સમેનોનો પેવેલિયન મોકલ્યા હતા. ખાસ વાત છે કે, મથીશા પથિરાનાની બૉલિંગની ધાર બિલકુલ લસિથ મલિંગા જેવી છે, આ મેચમાં મથીશા પથિરાનાના યોર્કરથી ભરમાઇ જઇને બન્ને બેટ્સમેનો આઉટ થયા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો કહી રહ્યાં છે કે શ્રીલંકાને નવો મલિંગા મળી ગયો છે.
New Malinga of Sri Lanka "Matheesha Pathirana" - 2 for 7 from 3 overs against Kuwait in the U-19 Asia Cup. https://t.co/wq8PDp7hKX
— Johns. (@CricCrazyJohns) December 23, 2021
ઉલ્લેખનીય છે કે, યુએઇમાં રમાઇ રહેલી અંડર 19 એશિયા કપમાં શ્રીલંકા ટીમની ધમાકેદાર જીતની સાથે શરૂઆત થઇ. તેમને પોતાની પહેલી મેચમાં કુવૈતને 274 રનના મોટા અંતરથી હરાવી હતી. મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં 5 વિકેટના નુકસાને 323 રન બનાવ્યા હતા, જવાબમાં કુવૈતની આખી ટીમ માત્ર 49 રનમાં જ સમેટાઇ ગઇ હતી. શ્રીલંકા તરફથી પવન પથિરાજાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
Sri Lanka gets a new Slinga-Malinga
— ANURAG ॐ SHARMA 🇮🇳 (@7ANURAGSHARMA) December 23, 2021
Meet Matheesha Pathirana, who produced some lanky bouncers and yorkers vs Kuwait U-19. Lankan Lions romped to a 274 run-victory. He finished with figures 7-2 in 3 overs.#U19AsiaCup #SharjahCricketStadium
courtesy - @sharjahstadium pic.twitter.com/EStUotZtOn
આ પણ વાંચો---
આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય