શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શાનદાર બેટિંગ કરવા છતાં ટ્રોલ થયો આ ક્રિકેટર, પત્નીએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 12માં મંગળવારે કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ રમાયેલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
![શાનદાર બેટિંગ કરવા છતાં ટ્રોલ થયો આ ક્રિકેટર, પત્નીએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ mayanti langer binny destroys trolls who tried to troll stuart binny શાનદાર બેટિંગ કરવા છતાં ટ્રોલ થયો આ ક્રિકેટર, પત્નીએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/18080417/1-mayanti-langer-binny-destroys-trolls-who-tried-to-troll-stuart-binny.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 12માં મંગળવારે કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ રમાયેલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં પ્રથમ વખત રાજસ્થાન તરફથી સ્ટુઅર્ટ બિન્નીએ 11 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 33 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તેની આ ઇનિંગ ટીમેને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. ટ્રોલર્સ રાજસ્થાનની હાર માટે બિન્નીને જવાબદાર ગણી રહ્યા છે. સાથે જ તેની પત્ની મયંતી લેંગર બિન્નીને પણ ટ્રોલ કરવામાં આવી. જોકે સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર પણ પોતાના પતિનાં બચાવમાં આવી અને ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો.
આ મેચમાં પંજાબનાં 182 રનનાં પડકારનો સામનો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 20 ઑવરમાં 7 વિકેટે 170 રન બનાવ્યા. બિન્નીએ 11 બૉલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા. બિન્નીની આ લાંબા સમય બાદ આ શાનદાર ઇનિંગ હતી. બિન્નીની આ ઇનિંગ પર ફેન્સે મીમ્સ બનાવ્યા. એક ટ્રોલરે મયંતી લેંગર પર કૉમેન્ટ કરતા કહ્યું કે, ‘મયંતી લેંગર પહેલીવાર પોતાનાં ડીપીમાં તેના પતિ સાથેની તસવીર લગાવશે.’ મયંતીએ આ ટ્વિટનો જોરદાર જવાબ આપ્યો.Sorry that you seemed to have missed #KXIPvRR on @StarSportsIndia you can join us on #MarutiSuzukiCricketLive on SS 1/2/Hindi/HD and of course @hotstartweets Cheers 👍🏼 https://t.co/Jv59z4xOXZ
— Mayanti Langer Binny (@MayantiLanger_B) April 16, 2019
મયંતીએ બિન્નીની ઇનિંગને લઇને ટ્રોલર્સને જવાબ આપ્યો કે, ‘તેઓ પંજાબ સામે બિન્નીની ધમાકેદાર ઇનિંગ જોવાનું ચુકી ગયા.’ આ મેચમાં રાજસ્થાનનાં રાહુલ ત્રિપાઠીની અડધી સદી, જોસ બટલર (23), સંજૂ સેમસન (27) અને કેપ્ટન આંજિક્ય રહાણે (26) રનની ઇનિંગ છતા હારનો સામનો કરવો પડ્યો. અંતિમ ઑવર્સમાં બિન્નીએ 11 બૉલમાં 33 રનની ધમાકેદાર બેટિંગ કરી હતી, પરંતુ રાજસ્થાનનો 12 રને પંજાબ સામે પરાજય થયો.Really Navneet? Considering you don’t have my number you don’t know what the picture actually is 🤭 but thanks a ton for digging out this one, it’s a super pic 👍🏼 https://t.co/kgmgm6qBhT
— Mayanti Langer Binny (@MayantiLanger_B) April 16, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)