શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનના થયા ડિવોર્સ, પત્નીને વળતર સ્વરૂપે આપશે 285 કરોડ રૂપિયા
ફોક્સ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર આ કપલ પાંચ મહિના અગાઉ અલગ થયા હતા.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક અને તેમની પત્ની કાઇલી લગ્નના સાત વર્ષ બાદ અલગ થવાની જાહેરાત કરી છે. આ બંન્નેએ મે 2012માં લગ્ન કર્યા હતા. આ કપલને ચાર વર્ષની એક દીકરી પણ છે જેનું નામ કેલસી લી છે.
આ કપલે ધ ઓસ્ટ્રેલિયનમાં નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, થોડા સમય સુધી અલગ રહ્યા બાદ અમે રાજીખુશીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા મનમાં એકબીજા પ્રત્યે સન્માન છે. અમે બંન્ને સહમતિથી અલગ થઇ રહ્યા છીએ. આ બંન્ને માટે સારુ છે અને અમે બંન્ને સાથે મળીને અમારી દીકરીની સંભાળ રાખીશું.
એક રિપોર્ટ અનુસાર, આ ડિવોર્સ 40 મિલિયન ડોલર એટલે કે લગભગ 285 કરોડ રૂપિયાના છે. જેમાં ઘર પણ સામેલ છે. ફોક્સ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર આ કપલ પાંચ મહિના અગાઉ અલગ થયા હતા. જ્યારે ક્લાર્ક ઘર છોડીને બીજા ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા. જ્યારે ક્લાર્કની પત્ની કાઇલી તેમના જૂના ઘરમાં પોતાની દીકરી સાથે રહે છે.
ક્લાર્ક ઓસ્ટ્રેલિયાના 2015 વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન હતા. તેણે 2015માં 115 ટેસ્ટ મેચ રમીને નિવૃતિ જાહેર કરી હતી. આ દરમિયાન 28 સદીની મદદથી 8643 રન બનાવ્યા છે. જ્યારે 245 વન-ડે અને 34 ટી-20 મેચ રમી છે.
નવેમ્બર વર્ષ 2018માં આ કપલની લાઇફમાં એ સમયે બબાલ થઇ ગઇ હતી જ્યારે ઓસ્ટ્રેલિયન મીડિયામાં ક્લાર્ક અને તેની આસિસ્ટન્ટ વચ્ચે અફેર હોવાની વાત છપાઇ હતી. સાશા માઇકલ ક્લાર્કની ક્રિકેટ એકેડમી સંભાળતી હતી પરંતુ આ બંન્નેને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જોકે, બંન્નેએ તેમની વચ્ચે સંબંધો હોવાની વાતને ફગાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion