શોધખોળ કરો
Advertisement
સતત હાર બાદ ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટને કોહલી પર કર્યુ ટ્વીટ, કહ્યું- હવે વિરાટ કોહલીને IPLમાંથી આરામ આપો
હાલમાં ચારેય બાજુ સતત હારને લઇને ક્રિકેટ ફેન્સ કોહલીની કેપ્ટનશીપ પર સવાલ ઉભા કરી રહ્યાં છે, ત્યારે માઇકલ વૉને ટીમ ઇન્ડિયાના હિતમાં ઇન્ડિયાને ખાસ સલાહ આપી છે
નવી દિલ્હીઃ આઇપીએલ 2019માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરને સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. હારને લઇને ફેન્સ અને ક્રિકેટ જગતમાં વિરાટ એન્ડ કંપનીનો મજાક ઉડી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટન માઇકલ વૉને ચોંકાવનારુ ટ્વીટ કરીને કોહલીને આરામ આપવાની સલાહ આપી છે.
પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર માઇકલ વૉને ટ્વીટ કરતાં લખ્યુ કે, “જો ભારત સ્માર્ટ હોય તો તે વર્લ્ડકપ માટે વિરાટ કોહલીને હવે આરામ આપે… મોટી ઇવેન્ટ પહેલા થોડોક સમય મળી જશે.”
નોંધનીય છે કે હાલમાં ચારેય બાજુ સતત હારને લઇને ક્રિકેટ ફેન્સ કોહલીની કેપ્ટનશીપ પર સવાલ ઉભા કરી રહ્યાં છે, ત્યારે માઇકલ વૉને ટીમ ઇન્ડિયાના હિતમાં ઇન્ડિયાને ખાસ સલાહ આપી છે.If India are smart they rest @imVkohli now for the World Cup ... Give him some time off before the big event ... #IPL2019
— Michael Vaughan (@MichaelVaughan) April 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement