શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મીરાબાઈ ચાનૂએ કૉમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ, ભારતના ખાતામાં કુલ 13 મેડલ
ભારતના ખાતામાં 8 ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સહિત કુલ 13 મેડલ થઈ ગયા છે.
નવી દિલ્હી: પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનૂએ મંગળવારે કૉમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતના ખાતામાં 8 ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સહિત કુલ 13 મેડલ થઈ ગયા છે.
મીરાબાઈએ 49 કિલો વર્ગમાં 191 કિલો (84 પ્લસ 107) વજન ઉચક્યું હતું. અહીં મળેલા પોઈન્ટ 2020 ટોક્યો ઓલમ્પિકની અંતિમ રેન્કિગમાં ખૂબજ ઉપયોગી સાબિત થશે. આ પહેલા એપ્રિલમાં ચીનના નિંગબાઓમાં યોજાયેલા એશિયાઈ ચેમ્પિયનશિપમાં મીરાબાઈએ 199 કિલો વજન ઉઠાવ્યું હતું પરંતુ સામાન્ય અંતરથી મેડલથી ચૂકી ગયા હતા.
વર્લ્ડકપમાં રમતા ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીએ અજાણી મહિલાને કર્યો મેસેજ, જાણો પછી શું થયું
ભારતીયોમાં હવે USના બદલે આ દેશનો ક્રેઝ, ગત વર્ષ કરતાં 51% વધુ લોકોએ મેળવી પર્મેનન્ટ રેસિડન્સી
મીરાબાઈ સિવાય ફિલ્લી ડાલાબેહરાએ 45 કિલો વર્ગમાં 154 કિલો વજન ઉંચકીને સ્વર્ણ પદક જીત્યો. સિનિયર 55 કિલો વર્ગમાં સોરોઈખાઇબામ બિંદિયા રાની અને મત્સા સંતોષીને સ્વર્ણ અને રજત પદક મળ્યો. પુરુષ વર્ગમાં 55 કિલો વર્ગમાં રિષિકાંતા સિંહએ ગોલ્ડ જીત્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion