શોધખોળ કરો
જલ્દી જ તુટી શકે છે મોહમ્મદ શમીનો સૌથી ઝડપી 100 વનડે વિકેટનો રેકોર્ડ, આ ત્રણ બોલર છે દાવેદાર
1/4

કુલદીપ યાદવ પણ ભારત તરફથી જ નહીં દુનિયામાં સૌથી ઝડપી 100 વિકેટનો રેકોર્ડ પણ તોડી શકે છે. કુલદીપના નામે 36 મેચમાં 73 વિકેટ છે. વર્લ્ડ ક્રિકેટમાં આ રેકોર્ડ અફઘાનિસ્તાનના રાશિદ ખાન (44 મેચ)ના નામે છે.
2/4

જસપ્રીત બુમરાહ વર્તમાનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેના નામે 44 મેચમાં 78 વિકેટ થઈ ગઈ છે. આમ તે પણ શમીનો રેકોર્ડ તોડવાથી ઘણો નજીક પહોંચી ગયો છે.
3/4

મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટ ઝડપી ચૂકેલા ચહલના નામે 36 વન-ડેમાં 64 વિકેટ થઈ ગઈ છે. જે રીતે તે શાનદાર ફોર્મમાં છે તે જોતા આ રેકોર્ડ પર પોતાનો દાવો ઠોકી શકે છે.
4/4

નવી દિલ્હીઃ મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ નેપિયરમાં રમાયેલ પ્રથમ વનડે મેચમાં 3 વિકેટ લઈને આ ફોર્મેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ભારતીય બોલર બની ગાય. મોહમ્મદ શમીએ 55 વનડે ઇનિંગમાં 100 વિકેટના આંકડા સુધી પહોંચ્યા હતા. આ પહેલા આ રેકોર્ડ ઇરફાન ખાનના નામે હતો જેણે 59 ઇનિંગમાં 100 વિકેટના આંકડા સુધી પહોંચ્યા હતા. જોકે શમીનો આ રેકોર્ડને ભવિષ્યમાં ત્રણ ભારતીય બોલર તોડી શકે છે. આ ત્રણ બોલર પર એક નજર કરીએ.
Published at : 25 Jan 2019 07:46 AM (IST)
View More





















