નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી લાંબા સમયથી બહાર ચાલી રહેલા બોલર મોહમ્મદ શામીની વાપસી થઈ છે. જેના કેટલાક કલાક બાદ જ શમી માટે ખરાબ સમાચાર આવ્યા છે.
2/5
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હસીને શમી પર અન્ય મહિલા સાથે અવૈધ શારીરિક સંબંધ હોવા સુધીનો આરોપ લગાવ્યા હતા. જો કે હસીને મોહમ્મદ શમી સાથે તલાક લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
3/5

4/5
એપ્રીલમાં હસીન જહાંએ શમી વિરુદ્ધ એક કેસ કરતા 10 લાખ રૂપિયાનો માસિક ખર્ચની માંગ કરી હતી. તેના બાદ હસીન જહાંના વકીલ જાકિર હુસેને દોવો કર્યો હતો કે શમીએ હસીનને જે 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, તે બાઉન્સ થઈ ગયો છે. હવે આ કેસ મામલે અલીપુર કોર્ટે શમીને સમન્સ પાઠવ્યું છે.
5/5
પત્ની હસીન જહાં સાથે ચાલી રહેલા વિવાદમાં 28 વર્ષીય આ ક્રિકેટરને કોલકાતાની અલીપુર અદાલતે સમન્સ પાઠવ્યું છે. હસીન જહાંની ફરિયાદ પર ચેક બાઉન્સ મામલે તેને અદાલત સામે 20 સપ્ટેમ્બરે હાજર થવું પડશે.