Fifa World cup: કોણ જીતશે ફિફા વર્લ્ડકપ 2022? મોર્ડન નેસ્ત્રોદમસે કરી ભવિષ્યવાણી
એથોસ સાલોમની આગાહીઓ તાજેતરના વર્ષોમાં સાચી પડી છે, જેમાં કોરોના રોગચાળો, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અને બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું મૃત્યુ સામેલ છે.
Mordan Nostradamus : આ વખતે કતરમાં રમાઈ રહેલો ફિફા વર્લ્ડકપ શરૂઆતથી જ અણધાર્યા ઉલટફેરને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. જોકે હજી તો વર્લ્ડકપ પ્રારંભીક તબક્કામાં જ છે ત્યાં તો વર્લ્ડકપ કોણ જીતશે તેને લઈને આગાહીઓ પણ શરૂ થઈ ગઈ છે. આવી જ એક ભવિષ્યવાણી 36 વર્ષીય એથોસ સાલોમે કરી છે, જેને આધુનિક નેસ્ત્રોદમસ પણ કહેવામાં આવે છે.
એથોસ સાલોમની આગાહીઓ તાજેતરના વર્ષોમાં સાચી પડી છે, જેમાં કોરોના રોગચાળો, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અને બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું મૃત્યુ સામેલ છે. હવે બ્રાઝિલનો આ 'મોર્ડન નેસ્ત્રોદમસ' ફિફા વર્લ્ડ કપને લઈને ચર્ચામાં છે.
એથોસ સાલોમને ફિફા વર્લ્ડ કપ વિશે અનેક પ્રસંગોએ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ તે તેના પર મૌન રહ્યો હતો. જો કે, એક રિપોર્ટ અનુસાર, પોતાનું મૌન તોડતા તેણે ફૂટબોલને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. એથોસ સલોમે તેની આગાહીમાં જણાવ્યું છે કે, કતરમાં રમાનારા વર્લ્ડકપની ફાઈનલની રેસમાં દુનિયાની કઈ પાંચ ટીમો છે. આ પાંચ ટીમોમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ફ્રાન્સ, બેલ્જિયમ અને ઈંગ્લેન્ડના નામ સામેલ છે. જો કે, સલોમનું માનવું છે કે, FIFA વર્લ્ડ કપની ફાઇનલ મેચ લિયોનેલ મેસ્સી અને કિલિયન એમબાપેની ટીમ વચ્ચે ટક્કર જામશે.
આધુનિક નેસ્ત્રોદમસે એમ પણ કહ્યું હતું કે, કતર ફિફા વર્લ્ડ કપ દરમિયાન કોવિડ-19નું સંક્રમણ પણ વધી શકે છે, જેના કારણે ટૂર્નામેન્ટમાં સંશોધન પણ થઈ શકે છે.
આર્જેન્ટિના પ્રથમ મેચમાં જ હાર્યું
જો કે આધુનિક નેસ્ત્રોદમસે પોતાની ભવિષ્યવાણીમાં ચોક્કસપણે કહ્યું હતું કે, મેસ્સીની ટીમ આર્જેન્ટિના ફાઇનલમાં પહોંચશે પરંતુ તેને ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાઉદી અરેબિયા સામેની મેચમાં આર્જેન્ટિનાનો 2-1થી પરાજય થયો હતો. આ મેચમાં મેસ્સીએ આર્જેન્ટિના માટે જરૂરથી ગોલ કર્યો હતો પરંતુ ત્યાર બાદ તે આખી મેચમાં સાઉદી અરેબિયાના ખેલાડીઓને રોકવામાં નિષ્ફળ રહ્યો હતો. જેથી તેની આગાહીથી સ્પષ્ટ છે કે, જો આર્જેન્ટિનાને ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે આગામી તમામ મેચ જીતવી પડશે.
શું આ પ્રતિબંધ વર્લ્ડ કપમાં લાગુ થશે કે નહીં?
ધ મિરરના રિપોર્ટ અનુસાર, રોનાલ્ડો પર 50,000 પાઉન્ડ (લગભગ 49 હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. એફએ કપમાંથી પણ બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ પ્રતિબંધ વર્લ્ડ કપમાં લાગુ થશે નહીં. આ પ્રતિબંધ માત્ર એફએ ટુર્નામેન્ટ મેચોમાં જ રહેશે.
નિર્ણાયક મેચમાં યુનાઈટેડનો પરાજય થયો હતો
વાસ્તવમાં આ વર્ષે એપ્રિલમાં માન્ચેસ્ટર યુનાઇટેડની ટીમ એવર્ટન સામે મેચ રમી હતી. ચેમ્પિયન્સ લીગમાં ક્વોલિફાય થવા માટે માન્ચેસ્ટર યુનાઈટેડ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં. આ મેચમાં એવર્ટને માન્ચેસ્ટર યુનાઈટેડને કારમી હાર આપી હતી. આ સાથે ચેમ્પિયન્સ લીગમાં ક્વોલિફાય થવાની આશાઓ પણ ધૂંધળી થઇ હતી.