MS Dhoni: અમેરિકામાં US Open 2023 ટૂર્નામેન્ટ જોવા પહોંચ્યા MS ધોની, જુઓ વીડિયો
MS Dhoni: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અમેરિકામાં ચાલી રહેલા યુએસ ઓપન 2023ની મજા લેતા જોવા મળ્યા હતા. તે કાર્લોસ અલ્કારાઝ અને એલેક્ઝાંડર ઝવેરેવ વચ્ચેની મેચ જોવા પહોંચ્યા હતા.
MS Dhoni:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ અમેરિકામાં રજાઓ માણી રહ્યાં છે. આ દરમિયાન ધોનીનો યુએસ ઓપન મેચની મજા માણતો વીડિયો સામે આવ્યો છે. ટૂર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તાએ આ વીડિયો પોસ્ટ કર્યો છે. ધોની યુએસ ઓપનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાજ અને એલેક્ઝાંડર ઝવેરેવ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા.
કાર્લોસ અલ્કારાઝે આ મેચમાં ઝવેરેવને 6-3, 6-2 અને 6-4થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે સેમિફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝનો સામનો નંબર 3 સીડ અને 2021 યુએસ ઓપન ટાઇટલ વિજેતા ડેનિયલ મેદવેદેવ સાથે થશે. વર્ષ 2018 પછી પ્રથમ વખત યુએસ ઓપનમાં 3 ભૂતપૂર્વ વિજેતાઓએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો IPL 2023ની સિઝન પૂરી થયા બાદ તેના ઘૂંટણનું ઓપરેશન થયું હતું. આ પછી ધોનીએ આગામી કેટલાક મહિના રિહેબમાં વિતાવ્યા અને હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલની 16મી સીઝનનો ખિતાબ જીત્યો હતો. હાલમાં સૌથી વધુ આઈપીએલ ટાઈટલ જીતવાના મામલે ચેન્નાઈ મુંબઈ ઈન્ડિયન્સ સાથે પ્રથમ સ્થાને છે.
Like us, @msdhoni is a tennis fan too 🥹
— Sony Sports Network (@SonySportsNetwk) September 7, 2023
Indian cricket sensation Mahendra Singh Dhoni was in the audience for the quarter-final clash between @carlosalcaraz & @AlexZverev 🎾#SonySportsNetwork #USOpen | @usopen pic.twitter.com/STPmLlCdvS
ચાહકોને આશા છે કે ધોની IPLની આગામી સિઝનમાં રમશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ઘણી ફ્રેન્ચાઈઝીએ તૈયારી કરી લીધી છે. ચાહકોને સંપૂર્ણ આશા છે કે ધોની વર્ષ 2024માં રમાનારી IPL સિઝનમાં રમતા જોવા મળશે. 16મી સિઝનની સમાપ્તિ બાદ ધોનીએ પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આગામી સિઝનમાં રમવું કે નહીં તે નક્કી કરવા માટે તેની પાસે હજુ ઘણો સમય છે.
આ પણ વાંચો
Aditya-L1 Mission: ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1 એ લીધી સેલ્ફી, ઇસરોએ શેર કરી અદભૂત તસવીર
Rajkot: '...પણ જો આપણને કોઇ નડે તો તેને છોડવાના પણ નથી', રાજકોટ શોભાયાત્રામાં વજુભાઇ વાળાનું નિવેદન
G-20 Name Full Form: દિલ્લીમાં 9-10 સપ્ટેમ્બર G-20 સમિટ યોજાશે, શું આપ જાણો છો આમાં Gનો શું અર્થ છે?