શોધખોળ કરો
બૉલરે મોં પર ફેંક્યો દડો તો ધોનીએ ડિવિલિયર્સની જેમ એક જ હાથે ફટકારી સિક્સ, જુઓ વીડિયો
મેચમાં 19મી ઓવરમાં દિલ્હીના બૉલર ક્રિસ મૉરિસે ધોનીને બિમર ફેંકી (મોં પર દડો ફેંક્યો), પણ ધોનીએ ચપળતા વાપરીને એક હાથે જ બેટ ફટકાર્યુ, દડો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો હતો. ધોનીને સિક્સ મળી હતી

નવી દિલ્હીઃ બિમારીના કારણે એક અઠવાડિયાથી ટીમની બહાર રહેલા ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધમાકેદાર વાપસી કરી. 22 બૉલમાં 44 રનની તાબડતોડ ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધા, આમાં ત્રણ જબરદસ્ત સિક્સ લગાવી. જેમાંની એક સિક્સ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, ધોનીએ એક હાથે બૉલને પેવેલિયન બહાર મોકલી દીધો હતો. મેચમાં 19મી ઓવરમાં દિલ્હીના બૉલર ક્રિસ મૉરિસે ધોનીને બિમર ફેંકી (મોં પર દડો ફેંક્યો), પણ ધોનીએ ચપળતા વાપરીને એક હાથે જ બેટ ફટકાર્યુ, દડો સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો હતો. ધોનીને સિક્સ મળી હતી. આ પહેલા આઇપીએલમાં આ પ્રકારની સિક્સ આરસીબીના બેટ્સમેન એબી ડિવિલિયર્સે પણ ફટકારી હતી. ડિવિલિયર્સે પંજાબ સામે રમતાં શમીના બૉલ પર એકહાથે સિક્સ લગાવી હતી.
વધુ વાંચો





















